IND vs NZ Live Score Day 2nd: બીજા દિવસની રમત પુરી, ન્યૂઝીલેન્ડનો પ્રથમ ઇનિંગમાં સ્કૉર 180/3, મેળવી 134 રન લીડ
India vs New Zealand Test: ટીમ ઈન્ડિયા 2012થી ઘરઆંગણે કોઈ ટેસ્ટ સીરિઝ હારી નથી. જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લે 36 વર્ષ પહેલા 1988માં ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી હતી

Background
India vs New Zealand Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદના કારણે પ્રથમ દિવસની મેચ એક પણ બોલ રમ્યા વિના રદ કરવામાં આવી હતી. આ ટેસ્ટ અને સિરીઝ ન્યૂઝીલેન્ડ માટે ઘણી મહત્વની રહેશે. આ શ્રેણી દ્વારા ન્યુઝીલેન્ડ 36 વર્ષથી ચાલી રહેલા વિજય દુષ્કાળને ખતમ કરવા માંગશે.
ટીમ ઈન્ડિયા 2012થી ઘરઆંગણે કોઈ ટેસ્ટ સીરિઝ હારી નથી. જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લે 36 વર્ષ પહેલા 1988માં ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વખતે ન્યુઝીલેન્ડ વર્ષોથી ચાલી રહેલા દુષ્કાળને ખતમ કરવામાં સક્ષમ છે કે કેમ.
ન્યૂઝીલેન્ડનું શાનદાર પ્રદર્શન
બૉલિંગ બાદ ન્યૂઝીલેન્ડે બેટિંગમાં પણ પ્રભાવિત કર્યું અને પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને પછી સ્ટમ્પ સુધી ત્રણ વિકેટે 180 રન બનાવીને 134 રનની લીડ મેળવી હતી.
બીજા દિવસની રમત પુરી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ દાવમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કર્યા પછી, ન્યૂઝીલેન્ડે સારી બેટિંગ કરી અને સ્ટમ્પ સુધી પ્રથમ દાવમાં ત્રણ વિકેટે 180 રન બનાવીને 134 રનની લીડ મેળવી. દિવસની રમતના અંત સુધીમાં રચિન રવિન્દ્ર 22 રન અને ડેરીલ મિશેલ 14 રન સાથે ક્રિઝ પર હતા. ભારત તરફથી અત્યાર સુધી રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ મેળવી છે.




















