IND Vs NZ Semi-Final: વિરાટ, રોહિત અને રાહુલનું બેટ સેમી-ફાઇનલમાં નથી ચાલતુ; વાનખેડેમાં જીતવા માટે બદલવો પડશે ઈતિહાસ
IND vs NZ World Cup Semi-Final: સેમિફાઇનલમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું બેટ કામ કરતું નથી. ટીમ ઈન્ડિયાની જીત માટે આ બંનેનું પ્રદર્શન મહત્વનું છે.
World Cup 2023: વાનખેડેમાં ન્યુઝીલેન્ડ સામે જીતવા માટે ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને નવી સ્ક્રિપ્ટ લખવી પડશે. વાસ્તવમાં, વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા, આ બે મહાન બેટ્સમેનો ICC ODI વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં રન બનાવતા નથી. એટલું જ નહીં મિડલ ઓર્ડરની સૌથી મજબૂત કડી કેએલ રાહુલ પણ સેમીફાઈનલમાં નિષ્ફળ સાબિત થયો છે. પરંતુ ભારતના આ ત્રણ મહાનુભાવોએ વાનખેડેમાં નવો ઈતિહાસ લખવો પડશે.
સૌથી પહેલા જો વિરાટ કોહલીની વાત કરીએ તો હાલમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન ચોથો વર્લ્ડ કપ રમી રહ્યો છે. વિરાટ કોહલી પણ ભારત માટે લકી છે કારણ કે તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયા દરેક વખતે સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. પરંતુ વિરાટ કોહલીનું બેટ તેને સેમીફાઈનલમાં છોડી દે છે.
વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ સેમિફાઇનલ મેચ પાકિસ્તાન સામે રમી હતી. જેમાં તે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 2015માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલીના બેટમાંથી માત્ર એક રન આવ્યો હતો. 2019માં પણ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલી માત્ર 1 રન જ બનાવી શક્યો હતો.
મોટી ઇનિંગ્સ રમવી પડશે
રોહિત શર્માની હાલત સેમીફાઈનલમાં વિરાટ કોહલી જેવી જ છે. રોહિત શર્માએ 2015માં ઓસ્ટ્રેલિયા સામે સારી શરૂઆત કરી હતી. જો કે તે પોતાની ઇનિંગ્સને 34 રનથી આગળ વધારી શક્યો નહોતો. 2019માં રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
રાહુલ અત્યાર સુધી માત્ર એક જ સેમીફાઈનલ મેચ રમ્યો છે. સેમી ફાઈનલ મેચમાં રાહુલનું બેટ પણ એક રનથી વધુ નહોતું નીકળ્યું. એક વાત નક્કી છે કે જો ટીમ ઈન્ડિયાએ વાનખેડેમાં જીત મેળવવી હોય તો આ ત્રણેય ખેલાડીઓએ મોટી ઈનિંગ્સ રમવી પડશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન
કેન વિલિયમ્સન (કેપ્ટન), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ (વિકેટકીપર), માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન.