IND Vs NZ, World Cup 2023 : કિંગ કોહલીના 95 રન, ન્યૂઝીલેન્ડને હરાવી ભારતની સેમી ફાઈનલની ટિકિટ પાક્કી
ODI World Cup 2023, IND Vs NZ: આજે આઇસીસી વનડે વર્લ્ડકપમાં એક મોટી મેચ રમાઇ રહી છે, બે ટૉપની ટીમો પોતાની તાકાત બતાવવા ધર્મશાળા મેદાન પર આમને સામને ટકરાઇ રહી છે

Background
ODI World Cup 2023, IND Vs NZ: આજે આઇસીસી વનડે વર્લ્ડકપમાં એક મોટી મેચ રમાઇ રહી છે, બે ટૉપની ટીમો પોતાની તાકાત બતાવવા ધર્મશાળા મેદાન પર આમને સામને ટકરાઇ રહી છે. એકબાજુ રોહિતની આગેવાની ટીમ ઇન્ડિયા છે, તો બીજીબાજુ નંબર વન પૉઝિશન પર રહેલી કીવી ટીમ છે. બન્ને ટીમો અત્યારે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, બન્ને ટીમો પોતાની પ્રથમ ચાર મેચો જીતીને 8-8 પૉઇન્ટ સાથે રમી રહી છે. આજે જીતનો 'પંચ' લગાવવા બન્ને એડીચોટીનું જોર લગાવશે.
IND Vs NZ: ભારતની જીતનો સિલસિલો યથાવત
ભારતની જીતનો સિલસિલો યથાવત છે. ભારતે સતત પાંચમી જીત હાંસલ કરી છે. ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. ભારતે બે ઓવર બાકી રહેતા 274 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતની જીતનો હીરો કોહલી રહ્યો જેણે 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શમીએ આ પહેલા 5 વિકેટ લીધી હતી. ભારત માટે સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે.
IND Vs NZ લાઇવ સ્કોર: ભારત જીતની ખૂબ નજીક
વિરાટ કોહલીએ ભારતને જીતની ખૂબ નજીક પહોંચાડ્યું છે. વિરાટ 74 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને જીતવા માટે 54 બોલમાં 44 રનની જરૂર છે. ભારતની 5 વિકેટ હાથમાં છે.




















