virat kohli 51st century: કિંગ કોહલીની 51 મી વનડે સદી... 15 મહિના બાદ વિરાટ સદી ફટકારી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ ફરી એકવાર પાકિસ્તાનની સામે જોરદાર ચાલ્યું છે. તેણે 15 મહિના બાદ ODI ક્રિકેટમાં પોતાની સદી ફટકારી છે.

ind vs pak: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ ફરી એકવાર પાકિસ્તાનની સામે જોરદાર ચાલ્યું છે. તેણે 15 મહિના બાદ ODI ક્રિકેટમાં પોતાની સદી ફટકારી છે. તેણે રવિવારે (23 ફેબ્રુઆરી) આ સિદ્ધિ મેળવી હતી. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામેની મેચમાં કોહલીએ 111 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
A rollicking 💯 in an age-old rivalry from Virat Kohli 🫡#ChampionsTrophy #PAKvIND ✍️: https://t.co/O9lMfFTkQy pic.twitter.com/58uoVGIXBD
— ICC (@ICC) February 23, 2025
વનડે ક્રિકેટમાં કોહલીની આ 51મી સદી છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 49 સદી સાથે બીજા સ્થાને છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંતર્ગત રવિવારે ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. પાકિસ્તાને મેચમાં 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટે મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલીની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ આ મેચમાં શાનદાર જીત મેળવી છે.
મેચમાં કોહલીનું બેટ જોરદાર ચાલ્યું હતું. તેણે 111 બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ 15 મહિના બાદ ODI ક્રિકેટમાં આ સદી ફટકારી છે. આ પહેલા તેણે 15 નવેમ્બર 2023ના રોજ સદી ફટકારી હતી. ત્યારબાદ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વાનખેડેમાં રમાયેલી મેચમાં 117 રન બનાવ્યા હતા.
ODI ક્રિકેટમાં 14,000 રન બનાવનાર વિશ્વનો માત્ર ત્રીજો બેટ્સમેન
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં 14,000 રનનો આંકડો પાર કરી લીધો છે. આ અનુભવી બેટ્સમેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામે તેની ઇનિંગમાં 15મો રન બનાવ્યો ત્યારે આ સિદ્ધિ મેળવી હતી. તે ODI ક્રિકેટમાં 14,000 રન બનાવનાર વિશ્વનો માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલી જ્યારે પણ મેદાનમાં ઉતરે છે ત્યારે તેના નામે કોઈને કોઈ રેકોર્ડ નોંધાય છે.
ચાલો ODI ફોર્મેટમાં કોહલીના આંકડાઓ પર એક નજર કરીએ
કોહલી હવે વનડેમાં સચિન તેંડુલકર (18,426) અને શ્રીલંકાના કુમાર સંગાકારા (14,234)ની યાદીમાં સામેલ થઈ ગયો છે. કોહલીએ 299 મેચની 287 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો છે. તે આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. તમને જણાવી દઈએ કે તેંડુલકરે 359 મેચની 350 ઇનિંગ્સમાં 14,000 રન પૂરા કર્યા હતા. સંગાકારાએ 402 મેચોની 378 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો.
સચિન તેંડુલકરે પણ પાકિસ્તાન સામે પોતાના 14 હજાર વનડે રન પૂરા કર્યા હતા. તેણે 6 ફેબ્રુઆરી 2006ના રોજ પેશાવરમાં 14 હજાર રન પૂરા કર્યા, જે તેની 359મી મેચની 350મી ઇનિંગ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
