IND vs SA: ભારતે ત્રીજી ટી20માં દક્ષિણ આફ્રિકાને 106 રને હરાવ્યું, સિરીઝ બરાબર પર ખતમ
IND vs SA 3rd T20 LIVE: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ સંબંધીત લાઈવ અપડેટ તમે અહીં વાંચી શકો છો.

Background
IND vs SA 3rd T20 LIVE Score: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 ગુરુવાર, 14 ડિસેમ્બરે એટલે કે આજે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચ હારી ગઈ હતી. હવે ત્રીજી મેચમાં સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની ટીમ ઈન્ડિયા કોઈપણ ભોગે જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા ઈચ્છે છે. તો બીજી તરફ આફ્રિકન ટીમ જીત અને શ્રેણી પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં બંને વચ્ચે જોરદાર મુકાબલો થવાની સંભાવના છે.
Hello and welcome to The Wanderers Stadium.
— BCCI (@BCCI) December 14, 2023
Our venue for third and final T20I.#SAvIND pic.twitter.com/tRHUnUR9Iq
ભારતે દક્ષિણ આફ્રિકાને 106 રનથી હરાવ્યું
ભારતે દક્ષિણ આફ્રિકાને 106 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે સદી ફટકારી હતી. તેણે 56 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ 95 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી. આ શ્રેણી 1-1થી બરાબર રહી હતી.
દક્ષિણ આફ્રિકાને પાંચમો ફટકો લાગ્યો
દક્ષિણ આફ્રિકાની પાંચમી વિકેટ પડી છે. ડેનોવન 12 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપ યાદવે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટીમે 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે.




















