Ind vs SA, 3rd Test, 2nd Day Highlights: બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ મેળવી 70 રનની લીડ, બુમરાહની પાંચ વિકેટ
IND vs SA, 3rd Test, Newlands Cricket Ground: આ અગાઉ સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગ દિવસના ત્રીજા સેશનમાં 210 રન પર સમેટાઇ ગઇ હતી. ભારત તરફથી બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી
South Africa vs India Newlands Cape Town Test: ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસના અંતે બે વિકેટ ગુમાવી 57 રન બનાવી લીધા છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ 70 રનની લીડ મેળવી હતી. ચેતેશ્વર પૂજારા નવ અને કેપ્ટન કોહલી 14 રને રમતમાં છે. કગિસો રબાડાએ મયંક અગ્રવાલને 7 અને માર્કો જેન્સને લોકેશ રાહુલને 10 રને આઉટ કર્યા હતા.
આ અગાઉ સાઉથ આફ્રિકાની પ્રથમ ઇનિંગ દિવસના ત્રીજા સેશનમાં 210 રન પર સમેટાઇ ગઇ હતી. ભારત તરફથી બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે એક વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 223 રન બનાવ્યા હતા. આ સાથે ટીમ ઇન્ડિયાએ 13 રનની લીડ મેળવી હતી. સાઉથ આફ્રિકા તરફથી કિગન પીટરસને સૌથી વધુ 72 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી.
સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે શાનદાર બોલિંગ કરી ફક્ત 45 રન પર ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. દરમિયાન કેપ્ટન ડીન એલ્ગર 03, એડન માર્કરમ 08 અને કેશવ મહારાજ 25 રન બનાવી આઉટ થયા હતા. બાદમાં રાસી વાન ડુસેન અને કીગન પીટરસને ઇનિંગને સંભાળી હતી. ડુસેન 54 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. બંન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 67 રનની ભાગીદારી થઇ હતી. બાદમાં પીટરસને ટેમ્બા બાઉમા સાથે 47 રનની ભાગીદારી કરી હતી. વિકેટકીપ બેટ્સમેન Kyle Verreynne ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો.
Mercedes Benz લોન્ચ કરશે Made in India EQS ઈલેક્ટ્રિક કાર, ભારતમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી હશે EV
Omicron Variant Alert:ઓમિક્રોનના આ 2 લક્ષણો છે એકદમ અલગ, ના કરો નજર અંદાજ
IND vs SA ODI Series: વન ડે ટીમમાં થયા બે બદલાવ, પાંચ વર્ષ બાદ આ ખેલાડીને મળ્યો મોકો
Ahmedabad : ઉત્તરાયણને લઈને પોલીસ એક્શન મોડમાં, ધાબા પર નિયમો તોડશો તો પડી શકે ભારે