IND vs SA 4th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું
India vs South Africa Live Score Updates: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ જોહાનિસબર્ગમાં રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.
LIVE
Background
India vs South Africa Live Score Updates: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની અંતિમ મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ સિરીઝની અંતિમ મેચ હશે. ભારત પાસે 2-1ની લીડ છે. હવે તેની નજર શ્રેણી જીત પર રહેશે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચમાં રોમાંચક જીત નોંધાવી હતી. જોકે ચોથી મેચમાં જીત તેના માટે આસાન નહીં હોય. ટીમ ઈન્ડિયાને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
ટીમ ઈન્ડિયા માટે પ્રથમ મેચમાં સંજુ સેમસને સદી ફટકારી હતી. પરંતુ આ પછી તે સતત બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. જો કે તેમ છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. અભિષેક શર્મા સેમસન સાથે ઓપનિંગ કરી શકે છે. રમનદીપ સિંહે છેલ્લી મેચમાં સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેથી તેનું સ્થાન પણ લગભગ નિશ્ચિત છે. તિલક વર્મા અને રિંકુ સિંહને પણ મેદાનમાં ઉતરવાની તક મળી શકે છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પાસે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. જો અર્શદીપ પાંચ વિકેટ લેશે તો તે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડી નાખશે. અર્શદીપ ભારત માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેનારો બોલર બની શકે છે. તિલક વર્માએ છેલ્લી મેચમાં અણનમ 107 રન બનાવ્યા હતા. તે આ મેચમાં પણ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું
IND vs RSA Match Report: ચોથી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. આ રીતે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે 4 T20 મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો, પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં 148 રન પર જ સિમિત રહી ગઈ હતી. આ પહેલા ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવ્યા હતા.
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎!
— BCCI (@BCCI) November 15, 2024
Congratulations to #TeamIndia on winning the #SAvIND T20I series 3⃣-1⃣ 👏👏
Scorecard - https://t.co/b22K7t9imj pic.twitter.com/oiprSZ8aI2
રવિ બિશ્નોઈએ ટ્રિસ્ટન સ્ટબ્સને આઉટ કર્યો
રવિ બિશ્નોઈએ ટ્રિસ્ટન સ્ટબ્સને આઉટ કર્યો છે. ટ્રિસ્ટન સ્ટબ્સે 29 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ રીતે દક્ષિણ આફ્રિકાનો છઠ્ઠો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. હવે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 13 ઓવરમાં 6 વિકેટે 105 રન છે.
દક્ષિણ આફ્રિકાએ 8 ઓવરમાં 43 રન બનાવ્યા
દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 72 બોલમાં 241 રનની જરૂર છે. તેણે 8 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા છે. મિલર 11 રન અને સ્ટબ્સ 18 રન સાથે રમી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાની ચોથી વિકેટ પડી
દક્ષિણ આફ્રિકાએ ચોથી વિકેટ ગુમાવી છે. ક્લાસેન શૂન્ય પર આઉટ થયો હતો. અર્શદીપ સિંહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ ઇનિંગમાં અર્શદીપની ત્રીજી વિકેટ છે. દક્ષિણ આફ્રિકાએ 3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 10 રન બનાવ્યા હતા. હવે સ્ટબ્સ બેટિંગ કરવા આવ્યો છે.
દક્ષિણ આફ્રિકાને બીજો ફટકો,
ભારતે દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો આપ્યો છે. રિકલટન માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 1.5 ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી છે.