IND vs SA: યુઝવેંદ્ર ચહલે બદલ્યો હતો ગેમ પ્લાન, ખુદ જણાવ્યો કેવી રીતે મળી ત્રીજી T20માં સફળતા
IND vs SA: ચોથી ટી-20 રાજકોટમાં રમાશે. ત્રીજી ટી-20માં ભારતની જીતમાં ચહલ, હર્ષલ પટેલે બોલિંગમાં મહત્વનો રોલ ભજવ્યો હતો.
IND vs SA: વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું હતું. પાંચ મેચોની સીરીઝમાં હાલ ટીમ ઈન્ડિયા 2-1થી પાછળ છે. ટીમ ઈન્ડિયાની જીતમાં સ્ટાર સ્પિનર યુઝવેંદ્ર ચહલે મહત્વની ભૂમિકા નીભાવી. ચહલ આફ્રિકાની ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ બે મેચમાં મોંઘો સાબિત થયા બાદ ચહલે કયા કારણોથી સફળતા મળી તેનું રહસ્ય જણાવ્યું.
શું કહ્યું ચહલે
યુઝવેંદ્ર ચહલે કહ્યું, છેલ્લી બે મેચમાં ઘણી ભૂલો કરી. હું વધારે સ્લાઇડર્સ ફેંકવાની કોશિશ કરતો હતો અને બોલ પણ ફાસ્ટ નાંખતો હતો. પરંતુ આ મેચમાં સીમ પોઝિશન બદલી, સ્પિન કરાવવું મારી બોલિંગનો મજબૂત હિસ્સો છે. મેં બોલ ટર્ન કરાવ્યો અને સ્લો નાંખવાની કોશિશ કરી. મારું ફોક્સ આ વાત પર જ હતું. જ્યારે બેટ્સમેનો રિવર્સ સ્વીપ મારે છે ત્યારે બોલર માટે મુશ્કેલી સર્જાય છે. પંરતુ મારી પાસે બીજો પ્લાન હતો અને ફિલ્ડિંગ પણ તે મુજબ ગોઠવી હતી.
Chahal TV is BACK! 📺 👏
— BCCI (@BCCI) June 15, 2022
Enjoy this special segment of @yuzi_chahal chatting up with @Ruutu1331 after #TeamIndia's win in Vizag. 👌 👌 - By @28anand
Full interview 🎥 🔽 #INDvSA | @Paytm https://t.co/nzzoyQBrPO pic.twitter.com/28DH2xK3zt
ભારતે પ્રથમ બેટિંગ કરી
ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 19.2 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બેટ્સમેનોમાં ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં હર્ષલ પટેલે ઘાતક બોલિંગ કરી હતી અને 4 વિકેટ ઝડપી હતી જ્યારે યુઝવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી. આ દરમિયાન ભારતના બોલરો સામે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કંઈ ખાસ રન નહોતા બનાવી શક્યા.
ગાયકવાડ અને કિશનની શાનદાર બેટિંગ
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 10 ઓવરમાં 97 રનની ભાગીદારી કરી હતી. ઋતુરાજ ગાયકવાડે 35 બોલમાં 57 રન અને ઈશાન કિશને 35 બોલમાં 54 રન બનાવ્યા હતા. ગાયકવાડે 7 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. આ સાથે જ કિશને 5 ચોગ્ગા અને 2 સિક્સર મારી હતી. અંતમાં હાર્દિક પંડ્યા 31 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
દક્ષિણ આફ્રિકાની હાર
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન આજની મેચમાં ભારતીય બોલરો સામે ઘૂંટણીએ પડી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. ક્લાસેનના 29 રનની ઈનિંગને બાદ કરતાં દક્ષિણ આફ્રિકાનો કઈ પણ બેટ્સમેન 25 રનથી વધુ રન નહોતો બનાવી શક્યો. સમયાંતરે પડતી રહેલી વિકેટ્સના કારણે દક્ષિણ આફ્રિકા 19.1 ઓવરે ઓલ આઉટ થઈ ગયું હતું.
.@yuzi_chahal put on a superb show with the ball and bagged the Player of the Match award for his match-winning bowling display for #TeamIndia in the third T20I. 👌👌
— BCCI (@BCCI) June 14, 2022
Scorecard ▶️ https://t.co/mcqjkCj3Jg#INDvSA | @Paytm pic.twitter.com/RcVisMlYdI