IND vs SL 1st Test Day 2 Live: શ્રીલંકા 100 રનને પાર, અશ્વિને અપાવી ચોથી સફળતા
IND vs SL: ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ભારતે શ્રીલંકાના સરેરાશ લાગતાં બોલિંગ આક્રમણ પર પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતુ.
LIVE
Background
IND vs SL 1st Test: ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ભારતે શ્રીલંકાના સરેરાશ લાગતાં બોલિંગ આક્રમણ પર પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતુ. રિષભ પંતની વન ડે સ્ટાઈલની 97 બોલમાં 96 રનની વિસ્ફોટક ઈનિંગ તેમજ વનડાઉન આવેલા વિહારીના 58 રનની મદદથી ભારતે શ્રીલંકા સામે મોહાલીમાં શરૃ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે 6 વિકેટે 357 રન કર્યા હતા. વિરાટ કોહલી કારકિર્દીની 100મી ટેસ્ટમાં પાંચ રન માટે અડધી સદી ચૂક્યો હતો. જ્યારે કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં રોહિત પણ પ્રભાવ પાડી શક્યો નહતો અને 29 રને આઉટ થયો હતો. રમતના અંતે જાડેજા 45 અને અશ્વિન 10 રને રમતમાં હતા.
શ્રીલંકાની ચારેય વિકેટ એલબીડબલ્યુ
શ્રીંલકાના ઓપનરોએ મક્કમ શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે કરૂણારત્ને અને થિરીમાનેએ 48 રનની ભાગીદારી કરી હતી. કરુણારત્ને 28 રન બનાવી જાડેજાની ઓવરમાં એલબીડબલ્યુ થયો હતો. થિરામાને પણ 17 રન બનાવી અશ્વિનની એલબીડબલ્યુ આઉટ થયો હતો. એંજેલો મેથ્યૂસ પણ 22 રન બનાવી બુમરાહની ઓવરમાં એલબીડલબ્યુ આઉટ થયો હતો ધનંજય ડિસિલ્વા 1 રન બનાવી અશ્વિનની ઓવરમાં એલબીડબલ્યુ આઉત થયો હતો. શ્રીલંકાના ચારેય બેટ્સમેન એલબીડલબ્યુ આઉટ થયા. હાલ લંકાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 104 રન છે.
ભારતે ઈનિંગ કરી ડિકલેર
ભારતે બીજા દિવસે 8 વિકેટના નુકસાન પર 574 રન બનાવી દાવ ડિકેલર કર્યો હતો. રવિન્દ્ર જાડેજા 175 રને અને શમી 20 રને નોટઆઉટ રહ્યા હતા
Ravindra Jadeja slams a spectacular 175* as India declare on 574/8 at the stroke of Tea.#WTC23 | #INDvSL | https://t.co/mo5BSRmFq2 pic.twitter.com/3oCQcS7kwz
— ICC (@ICC) March 5, 2022
જાડેજાએ ફોર મારી 150 રન કર્યા પૂરા
ભારતનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 525 રન છે. જાડેજાએ ફોર મારી 150 રન પૂરા કર્યા હતા. જાડેજા 152 અને શમી 1 રને રમતમાં છે.
લંચ સમયે ભારતની શું છે સ્થિતિ
બીજા દિવસે લંચ સમયે ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 468 રન છે. રવિન્દ્ર જાડેજા 102 રન અને જયંત યાદવ 2 રને રમતમાં છે. રવિચંદ્રન અશ્વિન 61 રન બનાવી આઉટ થયો હતો. અશ્વિન અને જાડેજાએ સાતમી વિકેટ માટે સર્વોચ્ચ રનની પાર્ટનરશિપ કરી હતી.
Lunch on Day 2 of the 1st Test.
— BCCI (@BCCI) March 5, 2022
130 run partnership between Jadeja and Ashwin and a brilliant century from @imjadeja as #TeamIndia are 468/7 at Lunch.
Scorecard - https://t.co/c2vTOXAx1p #INDvSL @Paytm pic.twitter.com/iqEPRNKEci
રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે સદી ફટકારી
રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે સદી ફટકારી છે. 160 બોલમાં 100 રન પુરા કરીને જાડેજાએ સદી ફટકારી છે. આ સાથે ભારતનો સ્કોર પર 463 પહોંચ્યો છે. ભારતની અત્યાર સુધી 7 વિકેટ પડી ચુકી છે. હાલ રવિન્દ્ર જાડેજા અને જયંત યાદવ રમી રહ્યા છે.