(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL 2nd Test, 1st Innings Highlights: ભારત પ્રથમ ઈનિંગમાં 252 રનમાં ઓલઆઉટ, અય્યરના 92
IND vs SL: ભારત શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટનો આજે પ્રથમ દિવસ છે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી.
IND vs SL: ભારત શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટનો આજે પ્રથમ દિવસ છે. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ભારત 59.1 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થયું હતું. શ્રેયસ અય્યરે 92 રન બનાવ્યા હતા. રિષભ પંતે 39 રનનું યોગદાન આપ્યું હતું. હનુમા વિહારીએ 31 અને કોહલીએ 22 રન બનાવ્યા હતા. ભારતની છેલ્લા 5 વિકેટ 100થી વધુ રન ઉમેર્યા હતા.
ત્રણ ગુજરાતી સાથે ઉતરી ટીમ ઈન્ડિયા
બીજી ટેસ્ટમાં ભારત ત્રણ ગુજરાતી સાથે ઉતર્યું છે. પ્રથમ ટેસ્ટમાં બુમરાહ અને જાડેજા હતા, જ્યારે બીજી ટેસ્ટમાં જયંત યાદવના સ્થાને અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
શ્રીલંકાની ટીમ
દિમુથ કરુણારત્ને, લાહિરૂ થિરિમાને, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યૂઝ, ધનંજય ડીસિલ્વા, ચરિથ અસલંકા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, લસિથ એમ્બુલડેનિયા, વિશ્વ ફર્નાંડો, પ્રવીણ જયવિક્રમા
પિંકબોલ ટેસ્ટમાં ભારતનો કેવો છે રેકોર્ડ
અત્યાર સુધી 3 ડેનાઈટ ટેસ્ટ રમી છે, જેમાંથી 2માં જીત મળી છે અને એકમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકન ટીમ 3 પિંક બોલ ટેસ્ટમાંથી 2 જીતી ગઈ છે જ્યારે 1માં હારનો સામનો કર્યો છે.
રોહિતની 400મી આંતરરાષ્ટ્રીય મેચ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની આ 400મી ઈન્ટરનેશનલ મેચ છે. ભારત માટે હિટમેને ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 400 મેચ રમાનારો રોહિત શર્મા 8મો ખેલાડી છે. તેણે અત્યારસુધી 230 વનડે, 125 T20 અને 45 ટેસ્ટ મેચ રમી છે.
Shreyas Iyer falls after making a brilliant 92 as India are all out for 252.#WTC23 | #INDvSL | https://t.co/z8k3qDsu6u pic.twitter.com/W3WqFRtt30
— ICC (@ICC) March 12, 2022