IND vs SL: રાહુલ દ્રવિડ-હાર્દિક પંડ્યા સહિત પૂરી ટીમે પંત માટે મોકલ્યો ખાસ મેસેજ, જુઓ વીડિયો
શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરીઝ શરૂ કરતા પહેલા ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત સમગ્ર ટીમે ઋષભ પંતને ખાસ સંદેશ મોકલ્યો હતો.
IND vs SL: શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરીઝ શરૂ કરતા પહેલા ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત સમગ્ર ટીમે ઋષભ પંતને ખાસ સંદેશ મોકલ્યો હતો. અકસ્માત બાદ ઋષભ પંત હોસ્પિટલમાં છે. આ મેસેજનો વીડિયો BCCIએ તેના સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યો છે. વીડિયોમાં તમે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ જોશો, જેઓ પંતના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે પંત ભારતીય ટીમની પહેલી પસંદ છે.
💬 💬 You are a fighter. Get well soon 🤗 #TeamIndia wish @RishabhPant17 a speedy recovery 👍 👍 pic.twitter.com/oVgp7TliUY
— BCCI (@BCCI) January 3, 2023
ઝડપથી સ્વસ્થ થવાની કામના
મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આ વીડિયોમાં સૌથી પહેલા દેખાય છે. તેમણે વિડિયોની શરૂઆત એમ કહીને કરી કે, “ઋષભ, આશા છે કે તું ઠીક છે અને જલ્દી સાજો થઈ જશે. છેલ્લા એક વર્ષથી મને તને રમતા જોવાનું સૌભાગ્ય મળ્યું. મેં તમને ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં શાનદાર ઇનિંગ્સ રમતા જોયા છે. જ્યારે પણ અમે મુશ્કેલ સમયમાં હતા ત્યારે તમે અમને તેમાંથી બહાર કાઢતા હતા. આ તમારા માટે એક પડકાર છે અને હું જાણું છું કે તમે પાછા આવશો જેમ તમે અગાઉ ઘણી વખત કર્યું છે. તમારામાં એ ક્ષમતા છે."
આ પછી શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ કેપ્ટન હાર્દિક પંડ્યા સામે આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ પોતાની વાત શરૂ કરી, “ઋષભ, હું તારા ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. હું જાણું છું કે તમે ફાઇટર છો. તમે દરેક દરવાજા તોડીને પાછા આવશો, જેમ તમે કરતા આવ્યા છો. મારી પ્રાર્થના હંમેશા તારી સાથે છે. આખી ટીમ અને આખો દેશ તારી પાછળ છે." આ સિવાય ટીમના બાકીના ખેલાડીઓએ પણ ઋષભ પંત માટે પ્રાર્થના કરી હતી. તેમાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, બેટ્સમેન ઈશાન કિશન અને શુભમન ગિલ સામેલ હતા. બધાએ તેના સાજા થવા માટે પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના રુડકીમાં ઋષભ પંતનો ગંભીર અકસ્માત થયો હોત. બાદમાં વિકેટ કિપર બેટ્સમેન પંતને સારવાર માટે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.