IND vs SL Score 3rd T20: ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાનો 91 રનથી વિજય, સૂર્યકુમાર યાદવના અણનમ 112 રન
IND vs SL Score 3rd T20: આજે રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે કરો યા મરો જંગ ખેલાશે, બન્ને ટીમો આજે સીરીઝ કબજે કરવા માટે મેદાનમાં ઉતરશે, હાલમાં બન્ને ટીમો 1-1ની બરાબરી પર છે.
LIVE
Background
IND vs SL Score 3rd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ફાઇનલ ટી20 મેચ રમાઇ રહી છે, આજે બન્ને ટીમો રાજકોટના સૌરાષ્ટ્રના ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને છે. પ્રથમ ટી20માં ભારતે જીત મેળવી અને બીજી ટી20માં શ્રીલંકાએ જીત સાથે વાપસી કરી હતી, આજે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઇ શકે છે.
ત્રીજી ટી-20 મેચમાં ભારતની જીત
ભારતે ત્રીજી T20માં શ્રીલંકાને 91 રને હરાવ્યું છે. આ સાથે તેણે સીરિઝ 2-1થી જીતી લીધી હતી. ભારતીય ટીમની જીતમાં સૂર્યકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન સૂર્યાએ 9 છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા.
શ્રીલંકાની છ વિકેટ પડી ગઈ છે
શ્રીલંકાની છ વિકેટ પડી ગઈ છે. શ્રીલંકા માટે મેચ જીતવી મુશ્કેલ થઇ ગઇ છે. હસરંગાને ઉમરાન મલિકે આઉટ કર્યો હતો. શ્રીલંકાએ છ વિકેટ ગુમાવી 121 રન બનાવ્યા છે.
શ્રીલંકાએ ચોથી વિકેટ ગુમાવી
શ્રીલંકાને ચોથો ઝટકો લાગ્યો છે. યુઝવેન્દ્ર ચહલે ચરિથ અસાલંકાને આઉટ કર્યો હતો. અસાલંકાએ 19 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકાનો સ્કોર 9.3 ઓવર બાદ ચાર વિકેટે 84 રન છે.
શ્રીલંકાને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ
ભારતે શ્રીલંકાને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ઇનિંગ્સના આકર્ષણનું કેન્દ્ર સૂર્યકુમાર યાદવ હતો, જેણે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન સૂર્યકુમારે 9 સિક્સ સાત ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનર શુભમન ગિલે પણ 36 બોલમાં 46 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 35 રન ફટકાર્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
સૂર્યકુમારની આક્રમક સદી
સૂર્યકુમાર યાદવે પોતાની સદી પૂરી કરી લીધી છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમારની આ ત્રીજી સદી છે. સૂર્યકુમારે 45 બોલમાં સદી પૂરી કરી હતી, જેમાં આઠ છગ્ગા અને છ ચોગ્ગા સામેલ હતા. ભારતનો સ્કોર 18.2 ઓવર પછી પાંચ વિકેટે 206 રન છે.