શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs SL, 3rd T20:ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો

T20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારત તરફથી બેટિંગ કરતા શ્રેયસ અય્યરે અણનમ 73 રન બનાવ્યા હતા.

T20 શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારત તરફથી બેટિંગ કરતા શ્રેયસ અય્યરે અણનમ 73 રન બનાવ્યા હતા. તેણે 45 બોલમાં 9 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી.

શ્રીલંકાએ આપેલા લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે 16.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ભારત માટે શ્રેયસ અય્યરે તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 45 બોલમાં અણનમ 73 રન બનાવ્યા હતા. શ્રેયસની ઇનિંગમાં 9 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જ્યારે અંતમાં રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. જાડેજાએ આ ઇનિંગમાં 3 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.

ભારત તરફથી સંજુ સેમસન અને કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સેમસને 12 બોલમાં 18 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા પણ સામેલ હતા. દીપક હુડ્ડાએ 16 બોલમાં 21 રન બનાવ્યા હતા. બીજી તરફ વેંકટેશ અય્યર 5 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ 16.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા અને મેચ જીતી લીધી.

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરી શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર નિસાંકા 1 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, ગુનાથિલકા શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. અસલંકા 4 રન બનાવીને આઉટ થયો હતો.  પરંતુ કેપ્ટન શનાકા અંત સુધી રહ્યો હતો. તેણે બેટિંગ કરતા 38 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. શનાકાની આ ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા પણ સામેલ હતા.

 ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે અવેશ ખાને 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે એક મેડન ઓવર પણ નાખી હતી. બીજી તરફ મોહમ્મદ સિરાજે 4 ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 32 રન આપીને એક વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને એક પણ સફળતા મળી નથી. તેણે 4 ઓવરમાં 25 રન આપ્યા. હર્ષલ પટેલે 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

Embed widget