IND vs WI 1st ODI Live: ભારતનો સ્કોર 200 રનને પાર, શિખર ધવન 97 રન બનાવી આઉટ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે પોર્ટ ઓફ સ્પેન (Queen's Park Oval, Port of Spain, Trinidad) ત્રિનિદાદમાં રમાઈ રહી છે.
West Indies vs India 1st ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે પોર્ટ ઓફ સ્પેન (Queen's Park Oval, Port of Spain, Trinidad) ત્રિનિદાદમાં રમાઈ રહી છે. વેસ્ટઈન્ડીઝના કેપ્ટન નિકોલસ પૂરને ટૉસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ 33.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 213 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યું છે. સંજુ સેમસન અને શુભમન ગિલને પણ પ્લેઇંગ 11માં સ્થાન મળ્યુ છે. ગિલે અને કેપ્ટન ધવને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. શુભમન ગિલે પોતાના વનડે કરિયરની પ્રથમ અર્ધસદી ફટકારી છતી. તેણે 36 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. ગિલે અને કેપ્ટન ધવને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. ગિલ 64 રને રનઆઉટ થયો હતો. શિખર ધવને પણ પોતાની અર્ધસદી પૂરી કરી છે. તેણે પોતાની કરિયરની 33મી ફિફ્ટી ફટકારી હતી. હાલ શિખર ધવન અને શ્રેયસ અય્યર રમતમાં છે. ધવન 90 રને અને અય્યર 45 રન બનાવી રમતમાં છે. ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને શુભમન ગિલ વચ્ચે 105 બોલમાં 119 રનની ભાગીદારી થઈ હતી.
વેસ્ટઇન્ડીઝને ભારતને છેલ્લે 2006માં વન-ડે સિરીઝમાં હરાવ્યું હતું. આ પછી ભારતે ચાર વાર વેસ્ટઈન્ડીઝનો પ્રવાસ કર્યો છે અને દરેક વખતે જીત મેળવી છે. બન્ને ટીમ વચ્ચે કુલ નવ વન-ડે સિરીઝ રમાઈ છે, જેમાંથી ભારતને પાંચમાં જીત મળી છે.
ભારતની પ્લેઈંગ-11- શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, યુઝવેંદ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
વેસ્ટઈન્ડીઝની પ્લેઈંગ-11- શાઈ હોપ (વિકેટકીપર), બ્રેન્ડન કિંગ, શમર બ્રુક્સ, નિકોલસ પૂરન (કેપ્ટન), રોમેન પોવેલ, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, કિમો પોલ, અકીલ હુસૈન, ગુડાકેશ મોતી અને અલ્ઝારી જોસેફ.