IND vs WI: સૂર્યકુમાર યાદવે એવું તે શું કર્યું કે ક્રિકેટ ફેન્સ થઈ ગયા ફીદા, જાણો વિગત
IND vs WI, 1st ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 163 બોલ બાકી રહેતા પાંચ વિકેટે જીતી લીધી હતી.
IND vs WI, 1st ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 163 બોલ બાકી રહેતા પાંચ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેને સૂર્યકુમાર યાદવે ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં સંજુ સેમસન બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.
આ મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ માટે સંજુ સેમસનની જર્સી પહેરીને બહાર આવ્યો હતો. સૂર્યાને સંજુની જર્સી પહેરેલી જોઈને ચાહકો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઓપનર શુભમન ગિલની વિકેટ પડ્યા બાદ સૂર્યા ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. સંજુ સેમસનની જર્સી પહેરીને સૂર્યાએ 25 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 19 રનની ઇનિંગ રમી હતી.
Suryakumar Yadav's initiative to take stand for Sanju Samson was very great as Sanju is not getting proper chances in Indian team just because he is black.
You won in life SKY. ❤️#BlackLivesMatter pic.twitter.com/Se7MN6TrVB— satyam (@ffssatyam) July 27, 2023
જોકે, સૂર્યકુમાર યાદવ સંજુ સેમસનની જર્સી પહેરીને મેદાનમાં શા માટે આવ્યો તે બહાર આવ્યું નથી. સૂર્યાએ સંજુની જર્સી પહેરીને બેટિંગ કર્યા બાદ ફિલ્ડિંગ કરી હતી. વિકેટકીપર તરીકે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ઈશાન કિશને સારું બેટિંગ પ્રદર્શન રજૂ કરતાં અડધી સદી ફટકારી હતી. ઈશાને 46 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રનની ઈનિંગ રમી હતી.
Sanju Samson did not get a place in the playing XI again today but Surya Kumar Yadav has won the hearts of the whole nation by wearing his jersey 🥹❤️.#SuryakumarYadav #SanjuSamson #INDvWI #IndiaVsWestIndies pic.twitter.com/Oz0sCjNuWg
— Syed Aamir Rizvi 🇮🇳 (@a_amir4U) July 27, 2023
મુકેશ કુમારે ODI ડેબ્યુ કર્યું
મુકેશ કુમાર માટે જુલાઈ મહિનો યાદગાર રહ્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પ્રથમ વનડે દ્વારા વનડેમાં ડેબ્યુ કર્યું હતું. આ પહેલા તેણે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જે તેની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ મુકેશ કુમારની બોલિંગની પ્રશંસા કરી અને કહ્યું, મુકેશની બોલિંગ શાનદાર હતી, તે બોલને સારી ગતિએ સ્વિંગ કરી શકતો હતો.
આ પણ વાંચોઃ
The trademark Surya shot 🔥🔥#SuryakumarYadav #WIvIND #WIvsIND #INDvWI #INDvsWI pic.twitter.com/bq7kntJXCS
— Cricadium CRICKET (@Cricadium) July 27, 2023
वेस्टइंडीज़ के ख़िलाफ़ पहले वनडे मैच में सूर्य कुमार यादव संजू सैमसन की जर्सी पहनकर मैदान पर उतरे। क्या संदेश देना चाहते थे सूर्य कुमार यादव?#SuryakumarYadav #SanjuSamson pic.twitter.com/jXUnX60LVj
— Sanjay Kishore (@saintkishore) July 27, 2023