IND vs WI 2nd ODI LIVE: ટીમ ઈન્ડિયાએ ફરી બાજી મારી, બીજી વનડેમાં વેસ્ટઈન્ડિઝને 44 રને હરાવી સીરીઝ પર કર્યો કબ્જો
IND vs WI 2nd ODI LIVE ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ પૈકીનો બીજો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.
LIVE
Background
IND vs WI 2nd ODI LIVE Updates: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ પૈકીનો બીજો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હતો. અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે વેસ્ટઈન્ડિઝને 44 રને હાર આપી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 237 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 46 ઓવરમાં 193 રન પર ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.
વન-ડે સીરીઝ 2-0થી જીતી
બીજી વનડેમાં ભારતની 44 રને જીત
અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે વેસ્ટઈન્ડિઝને 44 રને હાર આપી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 237 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 46 ઓવરમાં 193 રન પર ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.
વેસ્ટઈન્ડિઝને જીત માટે 51 બોલમાં 64 રનની જરુર
40 ઓવર બાદ વિન્ડીઝનો સ્કોર 174/8 રને પહોંચ્યો છે. વેસ્ટઈન્ડિઝને જીત માટે 51 બોલમાં 64 રનની જરુર છે.
વિન્ડિઝે ગુમાવી પ્રથમ વિકેટ
238 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને 32 રન પર પ્રથમ ફટલો લાગ્યો છે. પ્રસિદ્ધ ક્રિષ્નાએ બ્રેંડન કિંગને 18 રનના અંગત સ્કોર પર આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી છે.
ભારતે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 237 રન
મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 237 રન બનાવ્યા હતા. થમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા સાથે રિષભ પંત ઓપનિંગમાં આવ્યો હતો. રોહિત શર્મા 5 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ પંત (18 રન) અને કોહલી (18 રન) બનાવી એક જ ઓવરમાં આઉટ થતાં ભારતને સ્કોર 3 વિકેટના નુકસાન પર 43 રન થયો હતો. જે બાદ લોકેશ રાહુલ (49 રન) અને સૂર્યકુમાર યાદવ (64) એ ચોથી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. દીપક હુડાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. વોશિંગ્ટન સુંદર 24 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોસેફ અને સ્મિથે 2-2 વિકેટ તથા હોલ્ડર, રોચ, હોસેન અને એલીને 1-1 વિકેટ લીધી હતી.
Innings Break!#TeamIndia post 237/9 on the board in the 2nd @Paytm #INDvWI ODI!
— BCCI (@BCCI) February 9, 2022
6⃣4⃣ for @surya_14kumar
4⃣9⃣ for @klrahul11
Over to our bowlers now. 👍 👍
Scorecard ▶️ https://t.co/yqSjTw302p pic.twitter.com/uSwZSxYLJt