IND vs WI: બીજી ટેસ્ટમાં બે નવા ખેલાડીઓનું ડેબ્યૂ નક્કી, ટીમમાં કરાશે આવા ફેરફાર, રોહિતે આપી હિન્ટ
બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાય ફેરફાર જોવા મળી શકે છે. આ અંગે ખુદ કેપ્ટન રોહિત શર્માએ પહેલી મેચ બાદ મોટા સંકેતો આપ્યા હતા
![IND vs WI: બીજી ટેસ્ટમાં બે નવા ખેલાડીઓનું ડેબ્યૂ નક્કી, ટીમમાં કરાશે આવા ફેરફાર, રોહિતે આપી હિન્ટ IND vs WI 2nd Test Indian Team: indian captain rohit sharma gave clear hint for change in playing xi of next test against west indies IND vs WI: બીજી ટેસ્ટમાં બે નવા ખેલાડીઓનું ડેબ્યૂ નક્કી, ટીમમાં કરાશે આવા ફેરફાર, રોહિતે આપી હિન્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/13/6d040a814b38e06ca692da7c457fbbee168922592870477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs WI 2nd Test Indian Team: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ડૉમિનિકામાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ એક ઇનિંગ અને 141 રનથી જીત મેળવી હતી. આ ટેસ્ટ દ્વારા યશસ્વી જાયસ્વાલે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને ઈશાને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું. હવે બીજી ટેસ્ટ મેચમાં પણ કેટલાક ખેલાડીઓ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે.
બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાય ફેરફાર જોવા મળી શકે છે. આ અંગે ખુદ કેપ્ટન રોહિત શર્માએ પહેલી મેચ બાદ મોટા સંકેતો આપ્યા હતા. ટેસ્ટ ટીમમાં સામેલ ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમારે અત્યાર સુધી એકપણ ટેસ્ટ મેચ રમી નથી. આવામાં બંને ખેલાડીઓ આગામી ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે.
રોહિત શર્માએ પ્રથમ મેચ જીત્યા બાદ કહ્યું હતું કે, “સારી શરૂઆત કરવી મહત્વપૂર્ણ છે, હવે તે જ હોંસલો બીજી ટેસ્ટમાં લઈ જવાના છીએ. કેટલાક નવા ખેલાડીઓ છે જેમને વધારે ટેસ્ટ ક્રિકેટ રમી નથી, તેથી હવે તેમને મેદાનમાં ઉતારવાની વાત છે."
રોહિત શર્માના આ નિવેદન બાદ ક્યાંકને ક્યાંક એ સ્પષ્ટ થઈ ગયું છે કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ગાયકવાડ અને મુકેશ કુમાર ઉપરાંત ભારત માટે બે ટેસ્ટ મેચ રમી ચૂકેલા નવદીપ સૈનીને પણ આગામી ટેસ્ટમાં તક મળી શકે છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.
રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓને ટીમમાં આરામ આપી શકાય અને તેમના સ્થાને બાકીના ખેલાડીઓને ટીમનો ભાગ બનાવી શકાય. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આગામી ટેસ્ટમાં રોહિત શર્મા કઇ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરે છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ 20 જુલાઈથી રમાશે.
આવી છે ભારતીય ટેસ્ટ ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જાયસ્વાલ, અજિંક્ય રહાણે, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કેએસ ભરત, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, નવદીપ કુમાર સૈનિક
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)