IND vs WI: આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે નિર્ણાયક મેચ, જાણો આજની પ્લેઇંગ ઇલેવનમાં શું થઇ શકે છે ફેરફાર
ટીમ ઈન્ડિયાએ ચોથી મેચમાં તિલક વર્માને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક આપી હતી. તેને 5 બૉલમાં અણનમ 7 રન બનાવ્યા હતા.
India vs Westindies 5th T20 Match: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી20 સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રવિવારે એટલે કે આજે રમાશે. હાલમાં બંને ટીમો 2-2 થી બરાબરી પર છે. ભારતે ત્રીજી અને ચોથી મેચમાં સતત જીત મેળવી હતી. ચોથી ટી20 મેચ 9 વિકેટે જીતી લીધી હતી. હવે તે પાંચમી મેચ માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા કદાચ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે.
ભારત માટે ચોથી મેચમાં યશસ્વી જાયસ્વાલ અને શુભમન ગીલે ઓપનિંગ કર્યું હતું. બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વીએ અણનમ 84 રન બનાવ્યા હતા. શુભમને 77 રનની ઇનિંગ રમી હતી. તેથી ભારત નિર્ણાયક મેચમાં આ બંને બેટ્સમેનોને તક આપી શકે છે. ચોથી મેચમાં સંજુ સેમસનને બેટિંગ કરવાની તક મળી ન હતી. પરંતુ તે પહેલા પણ તે ટી20માં કંઈ ખાસ કરી શક્યો નથી.
ટીમ ઈન્ડિયાએ ચોથી મેચમાં તિલક વર્માને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક આપી હતી. તેને 5 બૉલમાં અણનમ 7 રન બનાવ્યા હતા. આ પહેલા તેને ટી20માં સતત સારું પ્રદર્શન કર્યું હતું. તિલકને પાંચમી મેચમાં પણ તક મળી શકે છે. તેઓ આ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. અર્શદીપ સિંહે છેલ્લી મેચમાં 3 વિકેટો ઝડપી હતી. તેઓ નિર્ણાયક મેચમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મુકેશને પણ આ મેચમાં રમવાની તક મળી શકે છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ -
યશસ્વી જાયસ્વાલ, શુભમની ગીલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજૂ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર.
વેસ્ટ ઇન્ડિઝ ટીમ -
બ્રેન્ડન કિંગ, કાઇલી મેયર્સ, શાઇ હૉપ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રૉવમેન પૉવેલ (કેપ્ટન), શિમરૉન હેટમાયર, જેસન હૉલ્ડર, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, અકીલ હૌસેન, ઓબેડ મેકૉય.
શું કહે છે આજની ફ્લૉરિડાની પીચ -
ફ્લૉરિડાનું લૉડરહિલ મેદાન બેટ્સમેનો માટે વધારે અનુકુળ રહેતું હોય છે. આ મેદાન પર બેટિંગ કરવી ખૂબ જ આસાની રહી છે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમ પણ 200નો સ્કૉર આસાનીથી હાંસલ કરતી જોવા મળી છે. અહીં પ્રથમ ઇનિંગનો અત્યાર સુધીનો સરેરાશ સ્કૉર 180 રનનો જોવા મળ્યો છે.