શોધખોળ કરો

IND vs WI: જાડેજા-કુલદીપની જોડીએ કર્યું મોટું કારનામું, આવું કરનારી પ્રથમ ભારતીય સ્પિન જોડી બની

Team India: ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં જાડેજા અને કુલદીપ યાદવની સ્પિન જોડીએ કુલ 7 વિકેટ ઝડપી હતી.

India vs West Indies 1st ODI: ભારતીય ટીમ માટે, વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODI વર્લ્ડ કપની તૈયારીઓના દૃષ્ટિકોણથી ઘણી સારી ગણી શકાય. બોલિંગમાં જ્યાં પ્રથમ મેચમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની સ્પિન જોડી અદભૂત જોવા મળી હતી. તે જ સમયે, 115 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ઇશાન કિશનના બેટથી 52 રનની ઇનિંગ પણ જોવા મળી હતી. આ પ્રથમ મેચમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ 23 ઓવરમાં 114 રનમાં સમેટાઈ ગઈ હતી, ત્યારબાદ ભારતે આ લક્ષ્યાંક 22.5 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો.

મેચમાં કુલદીપ યાદવે 4 અને રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. આ પછી, જાડેજા અને કુલદીપ હવે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ ડાબોડી સ્પિન જોડી બની ગયા છે, જેમણે એક જ ODIમાં 7 કે તેથી વધુ વિકેટ લીધી હોય.

આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 37 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. આ સાથે જ જાડેજાએ બેટથી 16 રનની મહત્વની ઈનિંગ રમી હતી. જ્યારે કુલદીપ યાદવે મેચમાં પોતાની 3 ઓવરની બોલિંગમાં 2 ઓવર નાંખી હતી અને 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

રવિન્દ્ર જાડેજાએ આ મામલે કપિલ દેવને પાછળ છોડી દીધા છે

ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રવિન્દ્ર જાડેજાએ ODI શ્રેણીની શરૂઆત પણ એવી જ રીતે કરી હતી. પ્રથમ ODIમાં 3 વિકેટ લઈને જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODIમાં સૌથી વધુ વિકેટ લેવાના ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. હવે જાડેજા વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. જાડેજાના નામે 44 વિકેટ છે, જ્યારે કપિલ દેવ 43 વિકેટ સાથે બીજા ક્રમે છે જ્યારે અનિલ કુંબલે 41 વિકેટ સાથે આ યાદીમાં ત્રીજા નંબર પર છે.

115 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા તરફથી ઈશાન કિશનને આ મેચમાં સુકાની રોહિત શર્માના સ્થાને શુભમન ગિલની સાથે ઇનિંગ્સની શરૂઆત કરવાની તક આપવામાં આવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે માત્ર 18 રનની ભાગીદારી જોવા મળી હતી. ગિલ 7ના અંગત સ્કોર પર જાયડન સીલ્સનો શિકાર બન્યો હતો. આ પછી સૂર્યકુમાર યાદવને નંબર 3 પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો.

ઈશાન કિશને સૂર્યકુમાર યાદવ સાથે મળીને સ્કોરને 50 રનની પાર પહોંચાડ્યો હતો. બંને વચ્ચે બીજી વિકેટ માટે 36 રનની ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયાને આ મેચમાં બીજો ઝટકો 54 રનના સ્કોર પર સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો હતો જે 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી બેટિંગ કરવા ઉતરેલ હાર્દિક પંડ્યા કમનસીબે 5 રનના અંગત સ્કોર પર રનઆઉટ થયો હતો.

70ના સ્કોર પર ભારતીય ટીમને આ મેચમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. તે જ સમયે, ઇશાન કિશન પણ વનડેમાં તેની ચોથી અડધી સદી પૂરી કરીને 52 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. 97ના સ્કોર પર ટીમ ઈન્ડિયાને આ મેચમાં 5મો ઝટકો શાર્દુલ ઠાકુરના રૂપમાં લાગ્યો હતો. અહીંથી કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા સાથે વાપસી કરીને ટીમને 5 વિકેટે જીત અપાવી હતી. રોહિતે 12 અને જાડેજાએ 16 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget