વેસ્ટ ઇન્ડિઝ સામે આજે આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન, ધવન સાથે આ ખેલાડી ઉતરશે ઓપનિંગ કરવા, જુઓ........
ધવનની આગેવાની વાળી ભારતીય ટીમ સંપૂર્ણપણે બદલાઇ જશે. જાણો કેવી હશે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરીઝમાં પ્લેઇંગ ઇલેવન, ધવનની સાથે કોણ ઉતરશે ઓપનિંગમાં.......
Ind vs WI 1st ODI: ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે, આજે પૉર્ટ ઓફ સ્પેનમાં પ્રથમ મેચ રમાશે, ખાસ વાત છે કે, વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી સીરીઝમાં ભારતના ટૉપ ક્રિકેટરોને આરામ આપવામાં આવ્યો છે, રોહિત, વિરાટ, પંત, બુમરાહ સહિતના સ્ટારો ના હોવાના કારણે આ સીરીઝમાં ભારતીય ટીમની આગેવાની અનુભવી બેટ્સમેન શિખર ધવન કરી રહ્યો છે. ધવનની આગેવાની વાળી ભારતીય ટીમ સંપૂર્ણપણે બદલાઇ જશે. જાણો કેવી હશે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરીઝમાં પ્લેઇંગ ઇલેવન, ધવનની સાથે કોણ ઉતરશે ઓપનિંગમાં.......
પૂર્વ ક્રિકેટર વસીમ જાફરનુ ટ્વીટ -
પૂર્વ ક્રિેકટર વસીમ જાફરે ટ્વીટ કરીને પોતાનો મત આપ્યો છે. તેને ટ્વીટર પર લખ્યું- મને લાગે છે કે ઋતુરાજ ગાયકવાડ (Rituraj Gaikwad)ને વનડે ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ (Shikhar Dhawan) કરવુ જોઇએ, અને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વનડે સીરીઝ (ODI debut)માં શિખર ધવની સાથે ઓપનિંગ કરવી જોઇએ. વિજય હજારે (Vijay Hazare Trophy)માં ગાયકવાડે પાંચ ઇનિંગોમાં ચાર સદીઓ ઠોકી હતી. તે ટીમમાં જગ્યા ડિઝર્વ કરે (deserves a place) છે, અને આ ઉપરાંત લેફ્ટ-રાઇટ કૉમ્બિનેશન (left-right combination) પણ બનેલુ રહેશે.
અર્શદીપ સિંહ ડેબ્યૂ કરી શકે છે -
અર્શદીપ સિંહ આજની મેચમાં વન-ડેમાં ડેબ્યૂ કરી શકે છે, મોહમ્મદ સિરાજ મુખ્ય બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં હશે.
આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન -
શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ.
શ્રેયસ-સંજુને એક તક મળશે
ટીમ મેનેજમેન્ટે મિડલ ઓર્ડરમાં ખેલાડીઓની પસંદગી માટે થોડો પ્રયાસ કરવો પડશે, શાનદાર ફોર્મમાં રહેલા દીપક હુડા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે અને સૂર્યકુમાર યાદવની પણ પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે નક્કી કરવું પડશે કે શ્રેયસ ઐય્યર અને સંજુ સેમસન વચ્ચે પસંદગી કોની કરવી.
હાર્દિકની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુર ભારત માટે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરનો વિકલ્પ હશે. પિચ સ્પિનરોને મદદ કરશે તેવી અપેક્ષા છે અને આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજા ત્રણેય મેચમાં રમી શકે છે. ત્રીજા સ્પિનર તરીકે અક્ષર પટેલનો વિકલ્પ છે.