વેસ્ટ ઈન્ડીઝ સામેની T20 સિરીઝ માટે ત્રિનિદાદ પહોંચી ટીમ ઈન્ડિયા, 29 જુલાઈથી શરુ થશે સિરીઝ, જુઓ વીડિયો
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વન ડે સિરીઝ પુરી થયા બાદ ટી20 સિરીઝ રમાશે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટી20 સિરીઝ રમશે.
West Indies vs India, 1st T20I Rohit Sharma Dinesh Karthik Rishabh Pant: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વન ડે સિરીઝ પુરી થયા બાદ ટી20 સિરીઝ રમાશે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ ટી20 સિરીઝ રમશે. આ સિરીઝની પહેલી મેચ 29 જુલાઈએ ત્રિનિદાદમાં રમાશે. આ પહેલાં ભારતની ટી20 ટીમના ખેલાડીઓ તિનિદાદ પહોંચી ગયા છે. રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને ઋષભ પંત સહિતના બધા ખેલાડીઓ પહોંચી ગયા છે. BCCIએ ખેલાડીઓને વીડિયો પણ શેર કર્યો છે.
બીસીસીઆઈએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં રોહિત સાથે કાર્તિક અને પંત જોવા મળી રહ્યા છે. ભારતની ટી20 ટીમ મંગળવારે ત્રિનિદાદ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિતને વનડે સિરીઝમાંથી બ્રેક અપાયો હતો. તે ઈંગ્લેન્ડ સામે રમાયેલી સિરીઝમાં ટીમનો ભાગ હતો. તે બાદ બ્રેક અપાયો હતો જો કે હવે તે વાપસી કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાનારી ટી20 સિરીઝની પહેલી મેચ 29 જુલાઈએ રમાશે. તે પછી બીજી ટી20 મેચ 1 ઓગષ્ટ અને ત્રીજી ટી20 મેચ 2 ઓગષ્ટના રોજ રમાશે. ત્યાર બાદ ચોથી અને પાંચમી ટી20 મેચ 6 અને 7 ઓગષ્ટના રોજ રમાશે. આ સિરીઝ પહેલાં ભારતીય ટીમ શિખર ધવનની કેપ્ટનશીપમાં વન ડે સિરીઝ રમી રહી છે જેમાં ભારતે 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. હવે 27 જુલાઈએ સિરીઝની છેલ્લી અને ત્રીજી વન ડે મેચ રમાશે.
The T20I squad members have arrived here in Trinidad 👋
— BCCI (@BCCI) July 26, 2022
The 5-match T20I series is all set to commence on July 29.#WIvIND #TeamIndia pic.twitter.com/pZLECGOtUu
આ પણ વાંચોઃ