IND vs WI T20 Series: વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20માં ભારતનો કેવો છે રેકોર્ડ, આ રહ્યા આંકડા
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 29 જુલાઈથી T20 શ્રેણી રમાવા જઈ રહી છે. આ માટે ટીમ ઈન્ડિયા ત્રિનિદાદ પહોંચી ગઈ છે. જો આપણે વેસ્ટ ઈન્ડિઝમાં ભારતના T20 રેકોર્ડ પર નજર કરીએ તો તે સારો રહ્યો છે.
West Indies vs India: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 29 જુલાઈથી T20 શ્રેણી રમાવા જઈ રહી છે. આ માટે ટીમ ઈન્ડિયા ત્રિનિદાદ પહોંચી ગઈ છે. જો આપણે વેસ્ટ ઈન્ડિઝમાં ભારતના T20 રેકોર્ડ પર નજર કરીએ તો તે સારો રહ્યો છે. આ બંને ટીમો વેસ્ટ ઈન્ડિઝમાં T20 મેચોમાં બરાબરી પર છે. આ બંને ટીમો અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝમાં ચાર ટી20 મેચ રમી છે અને બંનેએ બે-બે મેચ જીતી છે.
2010માં વેસ્ટ ઈન્ડિઝમાં પ્રથમ મેચ રમી હતી
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2010માં વેસ્ટ ઈન્ડિઝમાં પ્રથમ મેચ રમી હતી. આ મેચમાં ભારતને 14 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ પછી 2011માં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 16 રને જીત મેળવી હતી. 2017માં રમાયેલી મેચમાં ભારતને 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે આ મોટી જીત હતી. જ્યારે બંને ટીમો છેલ્લી મેચ 2019માં રમી હતી. જેમાં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો.
સૌથી વધુ T20 રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે
વેસ્ટ ઈન્ડિઝમાં ભારત માટે સૌથી વધુ T20 રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. જોકે કોહલી આ વખતે ટીમનો ભાગ નથી. કોહલીએ 3 મેચમાં 112 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક અડધી સદી ફટકારી છે. જ્યારે ઋષભ પંત આ મામલે બીજા સ્થાને છે. પંતે 2 મેચમાં 103 રન બનાવ્યા છે. તેણે પણ એક અડધી સદી પણ ફટકારી છે. આ મામલે દિનેશ કાર્તિક 48 રન સાથે ત્રીજા સ્થાને છે.