શોધખોળ કરો

IND vs ZIM: 0 બોલમાં 7 રન, નો બોલ પર સિક્સ અને પછી બેટ્સમેન ક્લીન બોલ્ડ; એક જ ઓવરમાં રચાઈ ફિલ્મી કહાની

IND vs ZIM: ભારતીય ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં એટલો રોમાંચ જોવા મળ્યો કે એવું લાગ્યું જાણે મેદાન પર કોઈ ફિલ્મી કહાની રચાઈ રહી છે. જાણો આ ઓવરમાં શું શું જોવા મળ્યું?

IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે સિરીઝની છેલ્લી ટી20 મેચ હરારેમાં રમાઈ. યજમાન ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જાયસવાલ અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા, જ્યારે ઝિમ્બાબ્વે માટે પ્રથમ ઓવર કેપ્ટન સિકંદર રઝાએ કરી. આ ઓવરની સ્થિતિ કોઈ ફિલ્મી કહાની કરતાં ઓછી ન હતી કારણ કે આ જ ઓવરમાં નો બોલ ફેંકવામાં આવ્યો, જોરદાર છક્કો લાગ્યો, બેટ્સમેન ક્લીન બોલ્ડ પણ થયો. આ બધું કોઈ ફિલ્મી કહાની જેવું લાગતું હતું.

પહેલી ઓવરનો રોમાંચ

ભારત માટે સ્ટ્રાઇકિંગ એન્ડ પર યશસ્વી જાયસવાલ હતા, જ્યારે સિકંદર રઝા બોલિંગની શરૂઆત કરી રહ્યા હતા. ભૂલથી રઝા પહેલો જ બોલ ફુલટોસ કરી બેઠા, જેના પર જાયસવાલે બેટ ફેરવીને છક્કો ફટકાર્યો, પરંતુ અમ્પાયરે તેને ઊંચાઈને કારણે નો બોલ જાહેર કર્યો. આ રીતે ભારતનો સ્કોર 0 બોલમાં 7 રન થઈ ગયો હતો. જાયસવાલે ફ્રી હિટ પર પણ સામેની દિશામાં છક્કો ફટકાર્યો. ટીમ ઈન્ડિયાએ માત્ર 1 બોલમાં 13 રન બનાવી લીધા હતા, પરંતુ આગામી 2 બોલમાં બધું બદલાયેલું જોવા મળ્યું.

ઓવરના બીજા અને ત્રીજા બોલ પર જાયસવાલ કોઈ રન નહોતા બનાવી શક્યા. એ સર્વવિદિત છે કે સિકંદર રઝા પાસે એટલી વેરિએશન છે કે તેઓ ઓવરમાં 6 અલગ અલગ પ્રકારના બોલ નાખી શકે છે. ચોથા બોલ પર જાયસવાલે આગળ વધીને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ રઝાના આ બોલમાં લેટ સ્વિંગ જોવા મળ્યું. રિપ્લેમાં જોતાં ખબર પડી કે જાયસવાલે બેટ બોલની લાઈનમાં જ ચલાવ્યું હતું, પરંતુ છેલ્લી ક્ષણે બોલે દિશા બદલીને સ્ટમ્પમાં પ્રવેશ કર્યો. જ્યાં ભારતે એક જ બોલમાં 13 રન બનાવી લીધા હતા, પરંતુ સિકંદર રઝાએ 15 રન સાથે ઓવરનું સમાપન કર્યું.

ભારતે કર્યા છે 2 ફેરફાર

સિરીઝમાં ભારતે પહેલેથી જ 3-1ની અજેય લીડ બનાવી લીધી છે. આવી સ્થિતિમાં 5મી મેચ માટે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં 2 મોટા ફેરફાર કર્યા છે. બેટિંગમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ રિયાન પરાગને તક આપવામાં આવી છે, જ્યારે બોલિંગમાં ખલીલ અહમદના સ્થાને મુકેશ કુમારને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે.                       

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget