IND vs ZIM 2nd ODI Live: ભારતનો સ્કૉર 100 રનને પાર, સંજૂ-હુડા ક્રિઝ પર
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાઇ રહી છે. ત્રણ મેચોની વનડે સીરીઝમા ભારતીય ટીમ પ્રથમ વનડે મેચ જીતીને સીરીઝમાં 1-0ની લીડ બનાવી ચૂકી છે.
Background
India vs Zimbabwe 2nd ODI Live: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ રમાઇ રહી છે. ત્રણ મેચોની વનડે સીરીઝમા ભારતીય ટીમ પ્રથમ વનડે મેચ જીતીને સીરીઝમાં 1-0ની લીડ બનાવી ચૂકી છે. આજે ઝિમ્બાબ્વે સીરીઝમાં બરાબરી કરવા માટે જીતવાનો પ્રયાસ કરશે તો બીજીબાજુ ભારત પણ જીત સાથે સીરીઝ સીલ કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે.
ભારતે ચાર વિકેટો ગુમાવી
ભારતીય ટીમે શરૂઆતી ચાર વિકેટો ગુમાવી દીધી છે. શિખર ધવન અને કેએલ રાહુલ બાદ શુભમન ગીલ અને ઇશાન કિશનની વિકેટો 100 રનની અંદર જ પડી ગઇ છે, હાલમાં ક્રિઝ પર દીપક હુડા અને સંજૂ સેમસન છે. ટીમનો સ્કૉર 18 ઓવરમાં 4 વિકેટના નુકસાને 118 રન પર પહોંચ્યો છે.
શિખર ધવન આઉટ
ભારતનો બીજો ઝટકો અનુભવી બેટ્સમેન શિખર ધવનના રૂપમાં લાગ્યો છે. ચિવાન્ગાએ ધવનને કાયાના હાથમાં ઝીલાવી દીધો, ધવને 21 બૉલમાં 33 રનની ઇનિંગ રમી હતી, ટીમનો સ્કૉર 10 ઓવરના અંતે 2 વિકેટના નુકસાને 76 રન પર પહોંચ્યો છે.




















