IND vs ZIM: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમને પડકાર આપશે ઝિમ્બાબ્વેના આ ધૂરંધરો, T20 સીરિઝમાં આ ખેલાડી કરશે કેપ્ટનશિપ
Zimbabwe Squad: ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે ભારત સામેની શ્રેણી માટે ટેન્ડાઈ ચતારા, વેસ્લી માધવાયર, બ્રાન્ડોન માવુતા, ડીયોન માયર્સ, ઈનોસન્ટ કૈયા અને મિલ્ટન શુમ્બાને પાછા બોલાવ્યા છે.
India Tour of Zimbabwe: T20 ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ હવે ઝિમ્બાબ્વેએ પણ તેની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જો કે યજમાન ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ ટીમનો કેપ્ટન 38 વર્ષીય સિકંદર રઝા હશે. બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની શ્રેણી રમાશે, જે 6 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી ચાલશે.
ઘણા જૂના ખેલાડીઓની વાપસી
ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે ભારત સામેની શ્રેણી માટે ટેન્ડાઈ ચતારા, વેસ્લી માધવાયર, બ્રાન્ડોન માવુતા, ડીયોન માયર્સ, ઈનોસન્ટ કૈયા અને મિલ્ટન શુમ્બાને પાછા બોલાવ્યા છે. બાંગ્લાદેશ સામેની શ્રેણી બાદ 5 નવા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ક્રેગ ઈરવિન અને શોન વોલ્ટમેન જેવા અનુભવી ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા છે.
Zimbabwe include Naqvi in squad for T20I series against India
— Zimbabwe Cricket (@ZimCricketv) July 1, 2024
Details 🔽https://t.co/MYR4waitsL pic.twitter.com/6pIg6AYy12
પાકિસ્તાની મૂળના ખેલાડીને પણ સ્થાન મળ્યું
આ ટીમમાં બેલ્જિયમમાં જન્મેલા અંતુમ નકવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેની નાગરિકતા અંગે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. અંતુમ નકવીનો જન્મ બેલ્જિયમમાં થયો હોવા છતાં તેના માતા-પિતા પાકિસ્તાની છે. નકવીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણો પ્રભાવ પાડ્યો છે, જેની T20 ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટ 146થી વધુ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની એવરેજ 72 છે. જો નકવીની ઝિમ્બાબ્વેની નાગરિકતા સમયસર મંજૂર થઈ જશે તો તે ચોક્કસપણે ટીમની બેટિંગને મજબૂત બનાવશે.
ઝિમ્બાબ્વેની ટીમઃ સિકંદર રઝા (કેપ્ટન), અકરમ ફરાઝ, બેનેટ બ્રાયન, કેમ્પબેલ જોનાથન, ટેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કૈયા, ક્લાઈવ મડાન્ડે, વેસ્લી મેધવાયર, તદીવનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાડ્ઝા, બ્રાન્ડોન માવુતા, બ્લેસિંગ મ્યુટા, માઈના, ડી. નકવી, રિચાર્ડ નગારવા, મિલ્ટન શુમ્બા
ભારતની ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, ધ્રુવ જુરેલ, શિવમ દુબે, રિયન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે
આ પણ વાંચોઃ
વિરાટ કોહલીની T20 કરિયરના 7 મોટા રેકોર્ડ્સ, જાણીને રહી જશો હેરાન
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર