શોધખોળ કરો
In Pics: વિરાટ કોહલીની T20 કરિયરના 7 મોટા રેકોર્ડ્સ, જાણીને રહી જશો હેરાન
ભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ T20ને અલવિદા કહી દીધું. પરંતુ શું તમે વિરાટ કોહલીના T20 રેકોર્ડ વિશે જાણો છો?

ભારત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ વિરાટ કોહલીએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
1/7

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડી વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં 8 વખત આ એવોર્ડ જીત્યો હતો.
2/7

રનનો પીછો કરતી વખતે વિરાટ કોહલીની સરેરાશ 67.10 છે, જે T20 ફોર્મેટમાં બીજા નંબર પર બેટિંગ કરતી વખતે ઓછામાં ઓછા 500 રન બનાવનારા ખેલાડીઓમાં સૌથી વધુ છે.
3/7

વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે 47.57ની એવરેજથી રન બનાવ્યા, જે 1000 રન બનાવનારા કેપ્ટનોમાં સૌથી વધુ છે.
4/7

આ ઉપરાંત વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં બે વખત પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતી ચૂક્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જેણે આ એવોર્ડ બે વાર જીત્યો છે.
5/7

આ સિવાય વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપની 35 મેચમાં 1292 રન બનાવ્યા છે, જે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ છે.
6/7

વિરાટ કોહલીએ પોતાની T20 કારકિર્દીમાં 16 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. અત્યાર સુધી વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ખેલાડીએ 16 વખત આ એવોર્ડ જીત્યો નથી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
7/7

T20 ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. આ ખેલાડીના નામે 21 મેચમાં 4188 રન છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 01 Jul 2024 07:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
