IND-W vs PAK-W Score : ભારતે મેળવી શાનદાર જીત, પાકિસ્તાનને 7 વિકેટે આપી હાર
મહિલા એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ માટે પાકિસ્તાનની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
LIVE
Background
India Women vs Pakistan Women: મહિલા એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ માટે પાકિસ્તાનની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમ પહેલા બોલિંગ માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્મૃતિ મંદન્ના, શેફાલી વર્મા અને દયાલન હેમલતાને તક આપી છે. રેણુકા સિંહ પણ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. પાકિસ્તાનના કેપ્ટન નિદા ડારે ટોસ જીત્યા બાદ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. તેણે પિચ પર પણ પ્રતિક્રિયા આપી હતી.
ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. તેણે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ભારતીય ટીમ માટે ઓપનિંગ કરશે. દયાલન હેમલતા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. ભારતનું બોલિંગ આક્રમણ પણ ઘણું મજબૂત છે. રેણુકા ઠાકુરે ટીમ ઈન્ડિયાને અનેક અવસર પર વિકેટ અપાવી છે. તે પાકિસ્તાન સામે પણ કમાલ કરી શકે છે. શ્રેયંકા પાટિલ અને રાધા યાદવ પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
પાકિસ્તાનના કેપ્ટન નિદા ડારે ટોસ બાદ કહ્યું કે વિકેટ ડ્રાઈ છે. અમે કરાચીમાં સખત મહેનત કરી હતી. T20 વર્લ્ડ કપ પહેલા અમારા માટે આ સારી તક છે. પાકિસ્તાને સિદરા અમીન, ગુલ ફિરોઝા અને મુનીબા અલીને પ્લેઈંગ ઈલેવનમાં રાખ્યા છે. સાદિયા ઈકબાલ અને નશરા સંધુ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ભારતીય મહિલા ટીમની શાનદાર જીત
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે. ભારતની મહિલા ટીમે 14.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી પાકિસ્તાન સામે સાત વિકેટથી શાનદાર જીત મેળવી હતી. ભારત તરફથી ઓપનિંગ જોડી જોરદાર પ્રદર્શન કરતી જોવા મળી હતી. શેફાલી વર્મા અને મંધાનાએ શાનદાર બેટિંગ કરી હતી.
IND W vs PAK W લાઇવ સ્કોર: ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો
ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. સ્મૃતિ મંધાના 45 રન બનાવી આઉટ થઈ છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 9.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 85 રન છે. શેફાલી વર્મા હાલમાં 39 રન બનાવી મેદાન પર છે.
IND W vs PAK W લાઇવ સ્કોર: પાવરપ્લે પછી ભારતનો સ્કોર 57/0
પાવરપ્લે સમાપ્ત થયો છે. ભારતીય ટીમની ઓપનિંગ જોડી જોરદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. શેફાલી વર્મા 35 રને અણનમ અને મંધાના 22 રને અણનમ રમી રહી છે. 6 ઓવર પછી ભારતનો સ્કોર 57/0 છે.
IND W vs PAK W લાઇવ સ્કોર: ત્રણ ઓવર પછી સ્કોર 23/0
શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના બંને ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. બંને વચ્ચે મજબૂત ભાગીદારી થઈ છે. ત્રણ ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 23/0 છે.
IND W vs PAK W લાઇવ સ્કોર: ભારતની ઈનિંગ શરુ
ભારતની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ક્રિઝ પર હાજર છે. બંને સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. એક ઓવર પછી ભારતનો સ્કોર 6/0 છે.