Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update: ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટાનું અનુમાન છે. ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
![Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી According to the Meteorological Department's forecast, unseasonal rains are predicted in this district of Gujarat Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/54d781f2e2be3fd0db8d7cb9ec1625c9173813776032581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Update:Weather Update:રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 અને 3 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સંઘ પ્રદેશમાં માવઠું થઇ શકે છે. લગ્ન સહિતના સામાજિક કાર્યક્રમમાં કમોસમી વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારીમાં માવઠાની સંભાવના છે. વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે. મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને દાહોદમાં 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવા જઇ રહી છે. એક સિસ્ટમ 29જાન્યુઆરી એક્ટિવ થઇ તો બીજી સિસ્ટમ 2 ફેબ્રુઆરીથી એક્ટિવ થશે. રાજસ્થાનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, તેના કારણે વાતાવરણમાં પલટો આવશે. જેના કારણે આજથી ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. . સાયક્લોનિક સર્કયુલેશનના કારણે દરિયા પરથી પવન આવશે. જેના કારણે વરસાદની શક્યતા જોવાઇ રહી છે.
હવામાન વિભાગે 3 ફેબ્રુઆરી બાદથી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના કચ્છના વિસ્તારોમાં હવામાન પલટાશે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વિસ્તારમાં મધ્યમ વરસાદ થઇ શકે છે. ટૂકમાં 2 ફેબ્રુઆરી બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હવામાન પલટાઇ તેવી આગાહી છે.
તાપમાનની વાત કરીએ તો આજથી તાપમાનમાં વધારો થશે. મોટાભાગના વિસ્તારમાં રાત્રે તાપમાનનો પારો 15ની આસપાસ પહોંચી ગયો છે તો બીજી તરફ દિવસનું તાપમાન 30ની આસપાસ રહેશે, ધીરે ધીરે તાપમાન હજુ પણ વધશે,. આ સ્થિતિને જોતા રાજ્યમાંથી હવે દિવસમાં ગરમીનો અનુભવ થશે. જો હવામાનની યથાસ્થિતિ રહી તો રાજ્યમાં હવે તાપમાનનો પારો ધીરે ધીરે ઉંચે જતાં ગરમીમાં વધારો થશે. શિયાળા લગભગ હવે ધીરે ધીરે રાજ્યમાંથી વિદાય લેશે .
શિયાળાની આ મોસમમાં મધ્યપ્રદેશમાં ફરી એકવાર વરસાદની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ , વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 જાન્યુઆરીથી તાપમાન ફરી વધશે અને લોકોને ઠંડીથી રાહત મળશે. પરંતુ આ દરમિયાન મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં વરસાદનું પણ અનુમાન છે. . ભોપાલ, ગ્વાલિયર અને ઈન્દોર સહિત લગભગ 15 જિલ્લામાં વરસાદની સંભાવના છે.
4 દિવસમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
હવામાન વિભાગે બુધવાર, 29 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ બે અલગ-અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેની અસર એમપીના હવામાન પર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 જાન્યુઆરીથી એમપીના ઘણા જિલ્લાઓમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. આમાં ભોપાલ, ગ્વાલિયર, ઈન્દોર સહિત મધ્યપ્રદેશના 15 જિલ્લામાં વરસાદ (રેઈન એલર્ટ) હોઈ શકે છે. જોકે વરસાદ બહુ ભારે નહીં હોય.
ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં ફેરફાર રહેશે. 1 થી 4 ફેબ્રુઆરી વચ્ચે એમપીના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમાં જબલપુર, રીવા, સાગર, શહડોલ, ચંબલ, ગ્વાલિયર, નર્મદાપુરમ વિભાગના ઘણા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)