IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
India vs England 3rd T20: વરુણ ચક્રવર્તીએ ભારતની હારનું એક મોટું કારણ જાહેર કર્યું છે. તેણે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે 5 વિકેટ લીધી હતી.
![IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ varun-chakravarthy-said-pitch-gets-slower-in-india-innings-rajkot-3rd-t20 IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/09/bf798dcab3ee01668ae6c2ea2f2ff3851736427806851206_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ત્રીજી ટી20 રાજકોટ: વરુણ ચક્રવર્તી ટીમ ઈન્ડિયાનો ઘાતક બોલર છે અને તેણે ઘણી વાર પોતાનો જાદુ બતાવ્યો છે. રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વરુણે 5 વિકેટ લીધી હતી. જોકે, તેમ છતા ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. વરુણે ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ દરમિયાન પિચ ધીમી થઈ ગઈ હતી. આનાથી રન બનાવવા ખૂબ મુશ્કેલ બન્યા.
રાજકોટમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહીં. ભારતની હાર પર વરુણ ચક્રવર્તી પ્રતિક્રિયા આપી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, વરુણે કહ્યું, "મારું મૂલ્યાંકન એ છે કે બીજી ઇનિંગમાં પિચ ધીમી પડી ગઈ. અમને લાગ્યું કે ઝાકળ જતું રહેશે. પણ આવું ન થયું. તેમને (ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને) આનો ફાયદો થયો. આદિલ રશીદને ખબર છે કે ક્યારે અને કેવી રીતે બોલિંગ કરવી. તેનો તેના પર સંપૂર્ણ નિયંત્રણ હતો.
ભારત માટે બોલિંગ લેવાનો નિર્ણય મોંઘો સાબિત થયો
ખરેખર, ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. છેલ્લી બે મેચમાં આ નિર્ણય તેના માટે યોગ્ય સાબિત થયો. પણ રાજકોટમાં તેનો કોઈ ફાયદો થઈ શક્યો નહીં. ભારતીય ટીમ બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી. આ સમયે પિચ ધીમી થઈ ગઈ અને રન બનાવી શકાયા નહીં. ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 145 રન જ બનાવી શકી. જ્યારે ઈંગ્લેન્ડે 171 રન બનાવ્યા હતા.
આ બોલરોએ ઇંગ્લેન્ડ માટે કમાલ કરી
ઈંગ્લેન્ડ તરફથી જીમી ઓવરટને 3 વિકેટ લીધી. તેણે 3 ઓવરમાં 24 રન આપ્યા. બ્રાયડન કાર્સે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી. જોફ્રા આર્ચરે પણ 2 વિકેટ લીધી. તેણે 4 ઓવરમાં 33 રન આપ્યા. માર્ક વુડ અને આદિલ રશીદે 1-1 વિકેટ લીધી. રાશિદે 4 ઓવરમાં ફક્ત 15 રન આપ્યા.
ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇન અપ નિષ્ફળ
રાજકોટમાં ભારતીય ટીમની બેટિંગ ફ્લોપ રહી હતી. ઓપનર સંજુ સેમસન 3 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 14 રન બનાવીને આઉટ થયો હતો. તિલક વર્મા 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અભિષેક શર્માએ કેટલાક રન ઉમેર્યા હતા. તેણે 14 બોલનો સામનો કરીને 24 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. પંડ્યાએ 40 અને અક્ષર પટેલે 15 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો...
IND vs ENG 3rd T20: હાર્દિક પંડ્યાને OUT થયા બાદ આવ્યો ગુસ્સો! રાજકોટમાં આ રીતે બેટ ફેરવ્યું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)