IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
IND vs NZ Test Series: ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચોની સિરીઝમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. જ્યારે ઉપ કપ્તાન તરીકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રહેશે.
India Squad For New Zealand Test Series: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની 15 સભ્યોની ટીમના વાઈસ કેપ્ટન તરીકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રહેશે.
છેલ્લા દિવસોમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું. હવે, ન્યૂઝીલેન્ડ સામે પોતાના ઘરઆંગણે 3 ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ ટોચ પર ચાલી રહી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગશે.
ન્યૂઝીલેન્ડ સામે ઓપનર તરીકે રોહિત શર્મા અને યશસ્વી જૈસવાલ રહેશે. ત્યારબાદ ટોપ ઓર્ડર માટે શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને સરફરાઝ ખાન જેવા બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ અને ઋષભ પંત સ્ક્વોડનો ભાગ છે. રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સ્પિન વિભાગ સંભાળશે. સાથે જ ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ રહેશે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ સીરીઝ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પછી, એવું માનવામાં આવે છે કે ભારતીય પસંદગીકારોએ જસપ્રિત બુમરાહને વાઈસ કેપ્ટન બનાવીને મોટો સંકેત આપ્યો છે. રોહિત શર્મા બાદ જસપ્રીત બુમરાહને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ મળી શકે છે.
🚨NEWS 🚨#TeamIndia’s squad for @IDFCFIRSTBank Test series against New Zealand announced.
— BCCI (@BCCI) October 11, 2024
Details 🔽 #INDvNZ
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમ:
રોહિત શર્મા (કપ્તાન), જસપ્રીત બુમરાહ (ઉપ કપ્તાન), યશસ્વી જૈસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.
ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમઃ
ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), માઈકલ બ્રેસવેલ (માત્ર પ્રથમ ટેસ્ટ), માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલ ઓ'રર્કે, ઈજાજ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, બેન સીયર્સ, ઈશ સોઢી (માત્ર બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉથી, કેન વિલિયમસન, વિલ યંગ
આ પણ વાંચોઃ
New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ