શોધખોળ કરો

IND vs IRE 1st T20I: ટી20 સિરીઝમાં ભારતની શાનદાર શરુઆત, આયર્લેન્ડને બે રને હરાવ્યું

IND vs IRE 1st T20I: ભારતે પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડને 2 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમ 3 T20 મેચોની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. ભારતીય ટીમને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ હતો.

IND vs IRE 1st T20I: ભારતે પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડને 2 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમ 3 T20 મેચોની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. ભારતીય ટીમને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદ આવ્યો હતો. આ વરસાદ બાદ રમત ફરી શરૂ થઈ શકી નથી. જો કે ભારતીય ટીમને ડકવર્થ લુઈસ નિયમ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવી હતી.

વરસાદના કારણે રમત રોકવી પડી હતી
ડબલિનમાં વરસાદને કારણે રમત રોકવી પડી હતી. વરસાદના કારણે રમત બંધ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ ઉપરાંત તિલક વર્મા પણ પેવેલિયન પરત ફર્યા હતો. ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન ક્રિઝ પર હતા. ત્યારે  ભારતીય ટીમને જીતવા માટે 93 રનની જરૂર હતી. જો કે, વરસાદ બંધ ન થતા આખરે મેચનું પરિણામ ડકવર્થ લુઈસ મેથડ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું હતું અને ભારતને બે રને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

IND vs IRE: આયર્લેન્ડે ભારતને 140 રનનો ટાર્ગેટ આપ્યો હતો
આયર્લેન્ડે ભારતને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આયર્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાને પ્રથમ T20 મેચ જીતવા માટે 140 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ પહેલા ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. આ ટીમે પહેલી જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. તો બીજી તરફ, આ પછી પણ, વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી, પરંતુ બેરી મેકગ્રાથી અને કર્ટિસ કેમ્ફર વચ્ચે સાતમી વિકેટ માટે પચાસથી વધુ રનની ભાગીદારીએ ટીમનો સ્કોર 139 રન સુધી પહોંચાડ્યો. બેરી મેકગ્રાથીએ 33 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. જ્યારે કર્ટિસ કેમ્ફરે 33 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહે 1 વિકેટ પોતાના નામે કરી હતી.

આયર્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

પોલ સ્ટર્લિંગ (સી), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકક્ર (વિકી), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, બેરી મેક્કાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટિલ અને બેન્જામિન વ્હાઇટ.

ભારતની પ્લેઈંગ ઈલેવન

ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન) અને રવિ બિશ્નોઈ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા ફેંક' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : વહેલો ન્યાય, 'સત્યમેવ જયતે'
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 EBCની માંગ બની પ્રબળ
Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ
Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
WPL 2026: રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 22 રને હાર, 19મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ
WPL 2026: રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 22 રને હાર, 19મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
Embed widget