શોધખોળ કરો

INDW vs NEPW: એશિયા કપમાં ધમાકેદાર જીત સાથે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં, નેપાળને 82 રને હરાવ્યું

INDW vs NEPW Women Asia Cup 2024: મહિલા એશિયા કપ 2024માં, ભારતે નેપાળને 82 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. ભારત પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગયું છે.

INDW vs NEPW Women Asia Cup 2024:  ભારતીય મહિલા ટીમે નેપાળ સામે 82 રનથી બમ્પર વિજય હાંસલ કર્યો છે. મહિલા એશિયા કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાએ તેની ત્રણેય મેચ જીતીને ગ્રુપ Aમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. તમને જણાવી દઈએ કે એશિયા કપની સેમીફાઈનલમાં ભારત પહેલાથી જ જગ્યા બનાવી ચૂક્યું છે. આ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 178 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં નેપાળની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી અને નિર્ધારિત 20 ઓવરમાં 96 રન જ બનાવી શકી. આ હાર સાથે નેપાળ સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.

ભારતે નેપાળને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે 21 રનની અંદર 2 મોટી વિકેટો પડી ગઈ હતી. આ પછી, જો કે કેપ્ટન ઈન્દુ બર્મા અને સીતા મગરે મળીને 22 રન જોડ્યા, પરંતુ બંને બેટ્સમેન માત્ર 6 બોલના ગાળામાં આઉટ થઈ ગયા. કેપ્ટન ઈન્દુએ 14 રન અને સીતાએ 18 રન બનાવ્યા હતા. તેના આઉટ થવાને કારણે નેપાળની ટીમ 52 રનમાં 4 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અહીંથી વિકેટો પડવાનો સિલસિલો શરૂ થયો કે ટીમે આગળના 40 રનમાં બાકીની 4 વિકેટ ગુમાવી દીધી. નેપાળની ટીમના 7 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા.

ભારતીય બોલરોએ પોતાની તાકાત બતાવી
બોલિંગમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અરુંધતિ રેડ્ડીએ અપાવી હતી, જેણે ઈનિંગની બીજી જ ઓવરમાં 7 રનના સ્કોર પર સમના ખડકાને પેવેલિયન મોકલી હતી. તેમના પછી, દીપ્તિ શર્મા અને રાધા યાદવે મધ્ય ઓવરોમાં નેપાળની બેટિંગ લાઇન અપને વિખેરી નાખી હતી. ભારત તરફથી દીપ્તિએ સૌથી વધુ વિકેટ ઝડપી હતી, જેણે 3.3 ઓવરમાં માત્ર 10 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય રાધા યાદવ અને અરુંધતી રેડ્ડીએ બે-બે વિકેટ લીધી હતી. રેણુકા સિંહે પણ વિકેટ લીધી હતી..

ભારત સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે
ભારતને મહિલા એશિયાના ગ્રુપ Aમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની ત્રણેય મેચ મોટા અંતરથી જીતીને એશિયા કપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત ઉપરાંત પાકિસ્તાન પણ ગ્રુપ Aમાંથી ટોપ-4માં પ્રવેશ્યું છે. સેમી ફાઈનલ મેચો હજુ નક્કી થઈ નથી કારણ કે ગ્રુપ બીની 2 મેચ હજુ બાકી છે. સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ગ્રુપ બીમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. હાલમાં, ગ્રુપ બીમાં બીજા સ્થાન માટે બાંગ્લાદેશ અને થાઈલેન્ડ વચ્ચે લડાઈ ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget