શોધખોળ કરો

Team India Schedule 2023: શ્રીલંકાથી લઇને ઓસ્ટ્રેલિયા અને વર્લ્ડકપ, 2023માં હશે ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ, જાણો સમગ્ર કાર્યક્રમ

વર્ષ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે

વર્ષ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. ભારતીય ટીમ નવા વર્ષના ત્રીજા દિવસથી જ ક્રિકેટમાં વ્યસ્ત થઈ જશે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે ઘરઆંગણે શ્રેણીથી કરવા જઈ રહી છે. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. ત્યાર બાદ ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચ માટે ભારતનો પ્રવાસ કરશે.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી ઘણી મહત્વની બની રહી છે. જો ભારતીય ટીમ ચારમાંથી ત્રણ ટેસ્ટ મેચ જીતશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે. ઓસ્ટ્રેલિયા સીરીઝ બાદ આઈપીએલ, એશિયા કપ, વન-ડે વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટનું પણ આયોજન થવાનું છે. જો જોવામાં આવે તો ભારત ઘરઆંગણે ઘણી મેચ રમવાનું છે. વન-ડે વર્લ્ડ કપ 2023 પણ માત્ર ભારતની ધરતી પર જ યોજાવાનો છે. આવી સ્થિતિમાં ચાહકોને ટીમ ઈન્ડિયા પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

આવો જાણીએ વર્ષ 2023માં ભારતીય ટીમના શેડ્યૂલ વિશે

શ્રીલંકાનો ભારત પ્રવાસ (જાન્યુઆરીમાં):

પ્રથમ T20 - 3 જાન્યુઆરી, મુંબઈ

બીજી T20 - 5 જાન્યુઆરી, પુણે

ત્રીજી T20 - 7 જાન્યુઆરી, રાજકોટ

પ્રથમ વન-ડે - 10 જાન્યુઆરી, ગુવાહાટી

બીજી વન-ડે - 12 જાન્યુઆરી, કોલકાતા

ત્રીજી વન-ડે - 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ (જાન્યુઆરી-ફેબ્રુઆરી):

પ્રથમ વન-ડે - 18 જાન્યુઆરી, હૈદરાબાદ

બીજી વન-ડે - 21 જાન્યુઆરી, રાયપુર

ત્રીજી વન-ડે - 24 જાન્યુઆરી, ઈન્દોર

પ્રથમ ટી-20 - 27 જાન્યુઆરી, રાંચી

બીજી ટી-20  - 29 જાન્યુઆરી, લખનઉ

ત્રીજી ટી-20  - 1 ફેબ્રુઆરી, અમદાવાદ

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ફેબ્રુઆરી-માર્ચ):

પ્રથમ ટેસ્ટ - 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર

બીજી ટેસ્ટ - 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી

ત્રીજી ટેસ્ટ - 1 થી 5 માર્ચ, ધર્મશાળા

ચોથી ટેસ્ટ - 9 થી 13 માર્ચ, અમદાવાદ

પ્રથમ વન-ડે - 17 માર્ચ, મુંબઈ

બીજી વન-ડે - 19 માર્ચ, વિશાખાપટ્ટનમ

ત્રીજી વન-ડે - 22 માર્ચ, ચેન્નઈ

IPL 2023 (એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા)

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ (જૂલાઈ-ઓગસ્ટ):

2 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચ (શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી)

એશિયા કપ (સપ્ટેમ્બર):

સ્થળ અને તારીખો પછીથી જાહેર કરવામાં આવશે

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (સપ્ટેમ્બર):

3 ODI (સ્થળ, તારીખો હજુ જાહેર કરવાની બાકી છે)

વન-ડે વર્લ્ડ કપ (10 ઓક્ટોબર - 26 નવેમ્બર):

વર્લ્ડકપ ભારતમાં યોજાશે અને 48 મેચો રમાશે (સ્થળો, તારીખો નક્કી કરવામાં આવશે)

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (નવેમ્બર-ડિસેમ્બર):

5 T20 મેચો (સ્થળો અને તારીખો પછી જાહેર કરવામાં આવશે)

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ (ડિસેમ્બર-જાન્યુઆરી 2024):

2 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચ (શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી)

ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2013માં આઈસીસીનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં વર્ષ 2023 માં તેની પાસે વર્લ્ડકપ જીતવાની સારી તક છે. ભારતમાં વન-ડે વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. 2011માં જ્યારે આ ટૂર્નામેન્ટ ભારતીય ધરતી પર યોજાઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયા એમએસ ધોનીના નેતૃત્વમાં ચેમ્પિયન બની હતી.

બીજી તરફ એશિયા કપ 2023ની વાત કરીએ તો તેને પાકિસ્તાનમાં યોજવાની દરખાસ્ત છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. ટૂર્નામેન્ટમાં ફાઈનલ સહિત 12 વનડે રમાશે. હવે જોવાનું એ રહેશે કે નવા વર્ષમાં ટીમ ઈન્ડિયા કેવી રીતે રમે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Embed widget