શોધખોળ કરો

IND vs ENG: સ્પીનર્સના કમાલ બાદ રોહિત-યશસ્વીએ કરી કમાલ, ભારતના નામે રહ્યો ધર્મશાલા ટેસ્ટનો પ્રથમ દિવસ

IND vs ENG Day Report: ધર્મશાલા ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર 1 વિકેટે 135 રન છે. આ રીતે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડથી 83 રન પાછળ છે.

IND vs ENG Day Report: ધર્મશાલા ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર 1 વિકેટે 135 રન છે. આ રીતે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડથી 83 રન પાછળ છે. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ નોટઆઉટ પરત ફર્યા હતા. ભારતીય કેપ્ટન 52 રન બનાવીને રમી રહ્યો છે. તે જ સમયે, શુભમન ગિલ 26 રન બનાવીને નોટઆઉટ છે. યશસ્વી જયસ્વાલ 57 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી જયસ્વાલને શોએબ બશીરે આઉટ કર્યો હતો.

રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે તોફાની શરૂઆત કરી હતી

આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમ 218 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 104 રન જોડ્યા હતા. યશસ્વી જયસ્વાલે 58 બોલમાં 57 રનની તોફાની ઇનિંગ રમી હતી. શોએબ બશીરના બોલ પર બેન ફોક્સે યશસ્વી જયસ્વાલને સ્ટમ્પ આઉટ કર્યો હતો. પરંતુ રોહિત શર્માએ એક છેડો મક્કમતાથી સાચવી રાખ્યો હતો.

જેક ક્રોલીએ ફિફ્ટી ફટકારી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલા ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેટે સારી શરૂઆત કરી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 64 રન જોડ્યા હતા. પરંતુ આ પછી સતત વિકેટ પડવાની પ્રક્રિયા શરૂ થઈ. ખાસ કરીને ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન પાસે ભારતીય સ્પિનરોનો કોઈ જવાબ નહોતો. 175 રનમાં ચોથી વિકેટ ગુમાવનાર ઈંગ્લિશ ટીમના આઠ બેટ્સમેનો 183 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. જેક ક્રાઉલીએ 79 રનની સારી ઇનિંગ રમી હતી, પરંતુ બાકીના બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો.

ભારતીય સ્પિનરો સામે ઈંગ્લેન્ડની ટીમ ઘૂંટણીયે

ભારત તરફથી કુલદીપ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો. આ ચાઈનામેન બોલરે 5 ઈંગ્લિશ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. રવિ અશ્વિને તેની 100મી ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને 1 સફળતા મળી હતી. જોકે, ભારતીય ટીમ બીજા દિવસે 1 વિકેટે 124 રનથી રમવાનું શરૂ કરશે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ભારતને ન્યૂનતમ સ્કોર સુધી મર્યાદિત રાખવા ઈચ્છશે. હાલમાં ટીમ ઈન્ડિયા 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 3-1થી આગળ છે. ભારત પાંચમી ટેસ્ટ જીતીને શ્રેણી 4-1થી જીતવા ઈચ્છશે. જ્યારે ઇંગ્લિશ ટીમ છેલ્લી ટેસ્ટ જીતીને પોતાનું સન્માન બચાવવા માંગશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?Ahmedabad Firing Case | અમદાવાદના નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યાથી અન્ય વેપારીઓમાં ભયની સાથે રોષનો માહોલRajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોતRajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Embed widget