શોધખોળ કરો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

લોર્ડ્સમાં સિરીઝ હાર્યા બાદ શિવમ દુબે, ઈશાન કિશન અને રાજકુમાર યાદવની વનડે ટીમમાંથી બાદબાકી લગભગ નક્કી; ખરાબ પ્રદર્શનને કારણે હવે ફરી તક મળવી મુશ્કેલ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત ઇંગ્લેન્ડ સામે વનડે શ્રેણી હાર્યું, બોલરોનું પ્રદર્શન નબળું.
  • યુવા ખેલાડીઓ શિવમ દુબે, કિશન, યાદવ તક ગુમાવી બેઠા.
  • દુબે 2 વિકેટ, કિશન 71 રન, યાદવે 79 રન આપ્યા.

india vs england odi series: લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી અંતિમ વનડે મેચમાં ઈંગ્લેન્ડ સામે 27 રનથી હાર્યા બાદ ભારતીય ટીમે 1-2 થી સિરીઝ પણ ગુમાવી દીધી છે. ભલે આ શ્રેણીમાં કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ બોલિંગના નબળા દેખાવે ટીમની નૈયા ડુબાડી દીધી. આ સિરીઝમાં કેટલાક એવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી, જેઓ સાવ ફ્લોપ સાબિત થયા છે. માનવામાં આવે છે કે આ ખરાબ પ્રદર્શનના કારણે હવે શિવમ દુબે, ઈશાન કિશન અને રાજકુમાર યાદવ માટે ભવિષ્યમાં ભારતની વનડે ટીમમાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.

નોંધનીય છે કે, ઇંગ્લેન્ડ સામેની આ મહત્વપૂર્ણ વનડે સિરીઝમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રમી રહ્યો ન હતો. જ્યારે યુવા બોલર હર્ષિત રાણા પણ આ સિરીઝનો હિસ્સો નહોતો. આ ઉપરાંત, ઉભરતો ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પણ ઈજાના કારણે વનડે સિરીઝ માટે ઉપલબ્ધ નહોતો. આ મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટે કેટલાક યુવા ખેલાડીઓ પર ભરોસો મૂક્યો હતો, પરંતુ તેઓ મળેલી આ સોનેરી તકનો ફાયદો ઉઠાવવામાં સાવ નિષ્ફળ રહ્યા હતા. ચાલો એવા 3 ખેલાડીઓ વિશે વિગતે જાણીએ જેમના માટે હવે વનડે ટીમના દરવાજા બંધ થઈ શકે છે.

શિવમ દુબે

આપણે સૌ જાણીએ છીએ કે વનડે અને ટી-20 ફોર્મેટમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમ મેનેજમેન્ટની સૌથી પહેલી પસંદ હાર્દિક પંડ્યા જ છે. આ સિરીઝમાં હાર્દિક નહોતો અને તેની સાથે નીતિશ કુમાર રેડ્ડી પણ ઈજાગ્રસ્ત હતો, જેના લીધે શિવમ દુબેની વનડે ટીમમાં એન્ટ્રી થઈ હતી. પરંતુ દુબે કંઈ ખાસ કમાલ ન કરી શક્યો. ઈંગ્લેન્ડ સામે તે 2 મેચ રમ્યો, જેમાં તેના નામે માત્ર 2 વિકેટ આવી અને બેટિંગમાં પણ તે એક ઈનિંગમાં શૂન્ય રને આઉટ થઈને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

ઈશાન કિશન

અગાઉ જ્યારે અફઘાનિસ્તાન સામે વનડે સિરીઝ રમાઈ હતી, ત્યારે વિરાટ કોહલી તેમાં રમ્યો ન હતો. તે સમયે ઈશાન કિશનને ત્રીજા નંબરે બેટિંગમાં ઉતારવામાં આવ્યો હતો અને તેણે બીજી મેચમાં જબરદસ્ત સદી ફટકારી હતી. બસ, આ જ શાનદાર પ્રદર્શનના આધારે તેને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો. પરંતુ તે ઈંગ્લેન્ડ સામે બીજી અને ત્રીજી વનડે મેચ રમવા છતાં પોતાની ત્રણ ઇનિંગમાં કુલ મળીને ફક્ત 71 રન જ બનાવી શક્યો. તેનું આ કંગાળ ફોર્મ તેને ટીમમાંથી બહાર કરી શકે છે.

આ પણ વાંચોઃ લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

રાજકુમાર યાદવ

આ લિસ્ટમાં ત્રીજું નામ ફાસ્ટ બોલર રાજકુમાર યાદવનું છે. આ વર્ષે જ અફઘાનિસ્તાન સામેની સિરીઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર રાજકુમારને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને અત્યંત નિર્ણાયક વનડે માટે પ્લેઇંગ ઇલેવનમાં સીધી જ તક આપવામાં આવી હતી. પરંતુ તે આ તકને રોકડી ન કરી શક્યો. તેણે પોતાની 10 ઓવરના સ્પેલમાં 79 રન લૂંટાવી દીધા અને માંડ 1 વિકેટ ઝડપી શક્યો. અગાઉ અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં પણ તેની બોલિંગ ખૂબ જ મોંઘી સાબિત થઈ હતી, તેથી હવે તેને ફરીથી તક મળવી ઘણી મુશ્કેલ છે.

Frequently Asked Questions

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ શા માટે ગુમાવી?

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ 1-2 થી ગુમાવી હતી. શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન છતાં બોલિંગના નબળા દેખાવને કારણે ટીમની હાર થઈ.

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં કયા યુવા ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા?

શિવમ દુબે, ઈશાન કિશન અને રાજકુમાર યાદવ ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં ફ્લોપ સાબિત થયા. તેમના ખરાબ પ્રદર્શનને કારણે ભવિષ્યમાં ભારતીય ટીમમાં તેમની વાપસી મુશ્કેલ બની શકે છે.

શિવમ દુબેનું ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં કેવું પ્રદર્શન રહ્યું?

શિવમ દુબે 2 મેચ રમ્યો, જેમાં તેણે માત્ર 2 વિકેટ લીધી અને બેટિંગમાં એક ઇનિંગમાં શૂન્ય રને આઉટ થયો. તે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં તકનો લાભ ઉઠાવી શક્યો નહીં.

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં કયા મુખ્ય ખેલાડીઓ ગેરહાજર રહ્યા?

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, યુવા બોલર હર્ષિત રાણા અને ઉભરતો ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી (ઈજાને કારણે) આ વનડે સિરીઝમાં ગેરહાજર રહ્યા હતા.

Advertisement

ટોપ સ્ટોરી

આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર
આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર
રોહિત શર્મા પાસે મોટી તક! વનડેમાં ઓપનર તરીકે 10000 રન પૂરા કરનાર ચોથો ખેલાડી બનશે
રોહિત શર્મા પાસે મોટી તક! વનડેમાં ઓપનર તરીકે 10000 રન પૂરા કરનાર ચોથો ખેલાડી બનશે
અગરકર બાદ કોણ? BCCI એ નવા ચીફ સિલેક્ટરને લઈ આપ્યા મોટા સંકેત 
અગરકર બાદ કોણ? BCCI એ નવા ચીફ સિલેક્ટરને લઈ આપ્યા મોટા સંકેત 
IPL ઓક્શનને લઈ BCCI ની મોટી જાહેરાત: વિદેશ નહીં, હવે ભારતના આ શહેરમાં યોજાશે હરાજી!
IPL ઓક્શનને લઈ BCCI ની મોટી જાહેરાત: વિદેશ નહીં, હવે ભારતના આ શહેરમાં યોજાશે હરાજી!
Advertisement

વિડિઓઝ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર
Rajkot | મારવાડી યુનિવર્સિટીના વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા, છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
'ઈરાન પર હુમલો ન કર્યો હોત તો આપણે બધા મરી ગયા હોત', UNGAમાં તહેરાન પર વરસ્યા નેતન્યાહૂ
Protein Rich Dal: કઈ દાળમાં હોય છે સૌથી વધુ પ્રોટીન? જુઓ યાદી
Protein Rich Dal: કઈ દાળમાં હોય છે સૌથી વધુ પ્રોટીન? જુઓ યાદી
Thar લવર્સ માટે ખુશખબર! Mahindra એ લોન્ચ કરી નવી Thar OG, જાણો ફીચર્સ અને કીંમત
Thar લવર્સ માટે ખુશખબર! Mahindra એ લોન્ચ કરી નવી Thar OG, જાણો ફીચર્સ અને કીંમત
1 ઓક્ટોબરથી બદલાઈ જશે બેંક FD નો નિયમ, જાણો વ્યાજ દર પર શું થશે અસર?
1 ઓક્ટોબરથી બદલાઈ જશે બેંક FD નો નિયમ, જાણો વ્યાજ દર પર શું થશે અસર?
Embed widget