(Source: ECI/ABP News/ABP Majha)
India Playing 11 vs Australia 3rd Test: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ, આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન?
આજે ઇન્દોર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે
India Playing 11 vs Australia 3rd Test: આજે ઇન્દોર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બે મેચ જીતી અને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી. હવે ત્રીજી મેચ આજે (1 માર્ચ) થી ઇન્દોરમાં રમવામાં આવશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ ખાસ છે. મેચ 9.30 વાગ્યે ભારતીય સમયથી રમવામાં આવશે.
— BCCI (@BCCI) February 28, 2023
ત્રીજી મેચ માટે ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેની પ્લેંઇગ ઇલેવનમાં મોટો ફેરફાર કરી શકે છે. આ ફેરફાર ઓપનિંગમાં થઇ શકે છે. ખરાબ ફોર્મમાં રહેલા કેએલ રાહુલના સ્થાને શુભમન ગિલને સ્થાન મળી શકે છે.
ગિલ આ દિવસોમાં ફોર્મમાં છે. તેણે આ વર્ષે વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે બેવડી સદી પણ ફટકારી હતી. તેણે ટી 20 માં એક સદી પણ ફટકારી છે. જ્યારે રાહુલે છેલ્લા ત્રણ ટેસ્ટ ઇનિંગ્સમાં ફક્ત 38 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ ફેરફાર શક્ય નથી.
ઇજાગ્રસ્ત ડેવિડ વોર્નર અને જોશ તેમના ઘરે પાછા ફર્યા છે. કેપ્ટન પેટ કમિન્સ પણ ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં સ્ટીવ સ્મિથ કેપ્ટનશિપને સંભાળશે. આ ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. સ્ટાર ઓલ -રાઉન્ડર કેમરૂન ગ્રીન ટીમમાં પાછા ફરશે. તે સંપૂર્ણ રીતે ફિટ છે.
કેએલ રાહુલને પ્રથમ બે ટેસ્ટ માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ રાહુલે ખરાબ પ્રદર્શન કરતા પસંદગીકારોએ તેને ટીમમાં રાખ્યો, પરંતુ તેની પાસેથી વાઇસ કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હતી. આ અંગે રોહિત શર્માએ પોતાનું મૌન તોડ્યું અને કહ્યું હતું કે, કેએલ રાહુલને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાનો કોઈ અર્થ નથી. આ વાતને વધારે મહત્વ ન આપવું જોઈએ.
ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ/ ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ, રવિન્દ્ર જાડેજા, કે.એસ. ભરત, આર અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ