(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AFG: ટીમ ઇન્ડિયામાં થયો મોટો ફેરફાર, અફઘાનિસ્તાન સામેની મેચ અગાઉ આ બોલરની થઇ ટીમમાં એન્ટ્રી
એશિયા કપ 2022માં આજે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે
Asia Cup 2022: એશિયા કપ 2022માં આજે ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે. જો કે પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની હાર બાદ ભારતીય ટીમની પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે. વાસ્તવમાં, દીપક ચહરને ભૂતકાળમાં અવેશ ખાનના સ્થાને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. હવે તે એશિયા કપ 2022માં ભારતની છેલ્લી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
Hello from Dubai International Stadium for the #INDvAFG clash 👋#TeamIndia #AsiaCup2022 pic.twitter.com/PUKBZtIgNt
— BCCI (@BCCI) September 8, 2022
દીપક ચહરને અફઘાનિસ્તાન સામે તક મળી શકે છે
નોંધનીય છે કે અવેશ ખાન હાલમાં બીમારીમાંથી સ્વસ્થ થઇ રહ્યો છે. BCCIની મેડિકલ ટીમે આ યુવા ફાસ્ટ બોલરને આરામની સલાહ આપી છે. ભારતીય ટીમ આજે સાંજે અફઘાનિસ્તાન સામે એશિયા કપ સુપર-4 રાઉન્ડની છેલ્લી મેચ રમશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ દુબઈમાં રમાશે. અવેશ ખાનના સ્થાને દીપક ચહરને અફઘાનિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનમાં ટીમમાં સ્થાન મળે તેવી પૂરી સંભાવના છે.
રવિ અશ્વિનના સ્થાને દીપક ચહરને તક મળી શકે છે
ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2022માં દીપક ચહર રિઝર્વ ખેલાડી તરીકે ટીમનો ભાગ હતો. જો કે તે ઘણીવાર ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ સેશનમાં જોવા મળતો હતો, પરંતુ અવેશ ખાન બીમાર થયા બાદ તેના સ્થાને દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ માટે BCCI એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) પાસેથી પરવાનગી લેવી પડી હતી. જોકે એવું માનવામાં આવે છે કે રવિ અશ્વિનની જગ્યાએ દીપક ચહરને રમવાની તક મળી શકે છે. જો કે રવિ અશ્વિનને પણ એશિયા કપ 2022ની માત્ર 1 મેચમાં રમવાની તક મળી છે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર