શોધખોળ કરો

Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

Tilak Varma T20I record: ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં માત્ર 24 રન બનાવીને તિલકે આ શાનદાર અને ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તિલક વર્માએ ૧૫૦૦ T20I રનનો સૌથી યુવા રેકોર્ડ બનાવ્યો.
  • તેણે વિરાટ, રોહિત જેવા દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો.
  • તેનું T20I પ્રદર્શન અત્યંત શાનદાર, બે સદી સાથે.

Tilak Varma T20I record: શનિવારે (4 જુલાઈ) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ક્રિકેટના યુવા સિતારાઓએ કમાલ કરી દીધી છે. એક તરફ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ કરીને સૌથી યુવા ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું, તો બીજી તરફ યુવા ડેશિંગ બેટ્સમેન તિલક વર્માએ એક જબરદસ્ત ઈતિહાસ રચી દીધો. તિલકે વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા દિગ્ગજોને પાછળ છોડીને એક એવો મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જે આવનારા સમયમાં તોડવો ઘણો મુશ્કેલ બની રહેશે.

માત્ર 23 વર્ષની ઉંમરે 1500 T20I રનની સિદ્ધિ

આ મોટો રેકોર્ડ છે ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી નાની ઉંમરે 1500 રન પૂરા કરવાનો. રસપ્રદ વાત એ છે કે, વરસાદના કારણે રદ થયેલી પહેલી જ T20 મેચમાં અભિષેક શર્માએ 25 વર્ષ અને 300 દિવસની ઉંમરે આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. પરંતુ, આ રેકોર્ડની ખુશી જાઝો સમય ટકી નહીં. બીજી જ મેચમાં માત્ર 24 રન બનાવીને તિલક વર્માએ અભિષેકનો આ તાજો રેકોર્ડ તોડી નાખ્યો. તિલક હવે 23 વર્ષ અને 238 દિવસની નાની ઉંમરે 1500 T20 રન પૂરા કરનાર પ્રથમ અને સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો છે.

ભારત માટે 1500 T20 રન બનાવનાર સૌથી યુવા ખેલાડીઓનું લિસ્ટ:

23 વર્ષ 238 દિવસ: તિલક વર્મા

25 વર્ષ 300 દિવસ: અભિષેક શર્મા

27 વર્ષ 143 દિવસ: વિરાટ કોહલી

28 વર્ષ 230 દિવસ: કેએલ રાહુલ

30 વર્ષ 234 દિવસ: રોહિત શર્મા

30 વર્ષ 290 દિવસ: હાર્દિક પંડ્યા

31 વર્ષ 212 દિવસ: સુરેશ રૈના

32 વર્ષ 115 દિવસ: સૂર્યકુમાર યાદવ

33 વર્ષ 340 દિવસ: શિખર ધવન

37 વર્ષ 214 દિવસ: એમએસ ધોની

આ પણ વાંચોઃ ‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

કેવી રહી છે તિલક વર્માની આંતરરાષ્ટ્રીય સફર?

ભારત માટે વ્હાઈટ બોલ (સીમિત ઓવરની) ક્રિકેટમાં તિલક વર્માનું પ્રદર્શન અત્યાર સુધી અત્યંત શાનદાર અને આક્રમક રહ્યું છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી 5 વનડે અને 53 T20 મેચ રમી છે. વનડેની 4 ઇનિંગ્સમાં તેણે 1 અડધી સદી સાથે 68 રન બનાવ્યા છે.

જ્યારે તેની ખરી તાકાત T20 માં જોવા મળે છે. T20 ઇન્ટરનેશનલની 50 ઇનિંગ્સમાં તેના નામે 1501 રન નોંધાયેલા છે. આ ફોર્મેટમાં તેની બેટિંગ એવરેજ 44.14 અને સ્ટ્રાઈક રેટ 143.49 નો રહ્યો છે, જેમાં 2 શાનદાર સદી અને 7 અડધી સદી સામેલ છે. અણનમ 120 રન એ તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ T20 સ્કોર છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

Frequently Asked Questions

તિલક વર્માએ કયો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે?

તિલક વર્મા 23 વર્ષ અને 238 દિવસની ઉંમરે T20I માં 1500 રન પૂરા કરનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો છે. તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

તિલક વર્માએ આ રેકોર્ડ બનાવ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી?

તિલક વર્માએ 23 વર્ષ અને 238 દિવસની નાની ઉંમરે 1500 T20 ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા. તેણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાં આ સિદ્ધિ મેળવી.

તિલક વર્માના T20 ઇન્ટરનેશનલ પ્રદર્શન કેવું રહ્યું છે?

તિલક વર્માએ 50 T20I ઇનિંગ્સમાં 1501 રન નોંધાવ્યા છે. તેની બેટિંગ એવરેજ 44.14 અને સ્ટ્રાઈક રેટ 143.49 છે, જેમાં 2 સદી અને 7 અડધી સદી સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Embed widget