શોધખોળ કરો

એશિયા કપમાં દમદાર પ્રદર્શનનું અભિષેક શર્માને મળ્યું ઈનામ,કુલદીપ યાદવને પછાડી જીત્યો ICC નો સ્પેશિયલ એવોર્ડ

ICC Award Abhishek Sharma: અભિષેક શર્માને સપ્ટેમ્બર માટે મેલ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેમને એશિયા કપ 2025 માં તેના મજબૂત પ્રદર્શન બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ICC Award Abhishek Sharma: ICC એ અભિષેક શર્માને સપ્ટેમ્બર માટે મેન્સ પ્લેયર ઓફ ધ મંથ (Men’s Player of the Month) તરીકે પસંદ કર્યો છે. તેને એશિયા કપ 2025 માં તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બીજી તરફ, સ્મૃતિ મંધાનાને વુમન પ્લેયર ઓફ ધ મંથન તરીકે પસંદ કરવામાં આવી હતી. અભિષેક એશિયા કપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે વિસ્ફોટક બેટિંગ સાથે સાત મેચમાં 314 રન બનાવ્યા હતા.

અભિષેક શર્માએ એશિયા કપમાં 200 થી વધુના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. તેણે ટુર્નામેન્ટમાં સૌથી વધુ અડધી સદી પણ ફટકારી હતી, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ચોગ્ગા (32) અને સૌથી વધુ છગ્ગા (19) નો રેકોર્ડ પણ ધરાવે છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેને એશિયા કપમાં 44.85 ની સરેરાશ સાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

એશિયા કપમાં તેના પ્રદર્શનના આધારે, અભિષેક શર્માએ ICC T20 બેટિંગ રેન્કિંગમાં ઇતિહાસ રચ્યો. તે T20 બેટિંગ રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો ખેલાડી બન્યો. હાલમાં તેની પાસે 931 રેટિંગ પોઈન્ટ છે. તેણે ઇંગ્લેન્ડના ડેવિડ મલાનનો 919 રેટિંગ પોઈન્ટનો રેકોર્ડ તોડ્યો, જે તેણે 2020 માં બનાવ્યો હતો.

ICC એવોર્ડ જીતવા પર અભિષેકે શું કહ્યું
ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે જાહેર થવા પર, અભિષેક શર્માએ કહ્યું, "હું ICC એવોર્ડ જીતીને ખૂબ જ ખુશ છું. મને એ પણ ખુશી છે કે આ એવોર્ડ ભારતના વિજયમાં ફાળો આપનારા પ્રદર્શન માટે આપવામાં આવ્યો હતો. મને એવી ટીમનો ભાગ બનવાનો ગર્વ છે જે મુશ્કેલ પરિસ્થિતિઓને પાર કરીને જીતી શકે છે. T20I માં અમારો તાજેતરનો રેકોર્ડ ટીમની અંદર સારા વાતાવરણ અને સકારાત્મક માનસિકતાને પ્રતિબિંબિત કરે છે." એશિયા કપ બાદ અભિષેક શર્મા ઓસ્ટ્રેલિયા સામે ટી20 મેચ રમતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે, હાલમાં અભિષેક શર્મા પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. લોકો તેની સરખામણી તેના ગુરુ યુવરાજ સાથે પણ કરવા લાગ્યા છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Advertisement

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
Embed widget