ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યુલ જાહેર, જાણો ક્યારે અને ક્યાં રમાશે કુલ 8 મેચ
ઓસ્ટ્રેલિયાએ 2025-26 માટે તેનું સ્થાનિક આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે.

India Tour of Australia 2025-26: ઓસ્ટ્રેલિયાએ 2025-26 માટે તેનું સ્થાનિક આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ રવિવારે (30 માર્ચ) તેના સ્થાનિક આંતરરાષ્ટ્રીય શેડ્યૂલની પુષ્ટિ કરી છે, જે 10 ઓગસ્ટથી શરૂ થશે. જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પૂરો કર્યાના થોડા અઠવાડિયા પછી ઑસ્ટ્રેલિયા ઉત્તર ઑસ્ટ્રેલિયામાં ડાર્વિન, કેર્ન્સ અને મેકેમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ T20I અને ત્રણ ODI રમશે. મૈકે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમની યજમાની કરશે. ડાર્વિન 17 વર્ષમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન કરશે.
ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ODI અને T20I સિરીઝનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર વચ્ચે 21 દિવસમાં કુલ 8 મેચ રમશે. ODI સિરીઝમાં કુલ 3 મેચ રમાશે જ્યારે T20I સિરીઝમાં 5 મેચ રમાશે. આ પછી એશિઝ 2025-26 21 નવેમ્બરથી શરૂ થશે. એશિઝની પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાશે.
11 cities. 26 matches. Three visiting nations up for the challenge.
— Cricket Australia (@CricketAus) March 30, 2025
Cricket is everywhere this summer. And you need to see it! pic.twitter.com/FZOm1PGj0X
ઓસ્ટ્રેલિયાનું ઘરેલું આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ નીચે મુજબ છે:
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (3 T20I, 3 ODI)
10 ઓગસ્ટ: પ્રથમ T20I, ડાર્વિન (N)
12 ઓગસ્ટ: બીજી T20I, ડાર્વિન (N)
16 ઓગસ્ટ: ત્રીજી T20I કેર્ન્સ (N)
19 ઓગસ્ટ: પ્રથમ ODI, કેર્ન્સ (D/N)
22 ઓગસ્ટ: બીજી ODI, મૈકે (D/N)
24 ઓગસ્ટ: ત્રીજી ODI, મૈકે (D/N)
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (3 ODI, 5 T20I)
19 ઓક્ટોબર : પ્રથમ ODI, પર્થ સ્ટેડિયમ (D/N)
23 ઓક્ટોબર : બીજી ODI, એડિલેડ (D/N)
25 ઓક્ટોબર: ત્રીજી ODI, સિડની (D/N)
29 ઓક્ટોબર: 1લી T20I, કૈનબેરા (N)
31 ઓક્ટોબર: બીજી T20I, MCG (N)
2 નવેમ્બર: ત્રીજી T20I, હોબાર્ટ (N)
6 નવેમ્બર: 4થી T20, ગોલ્ડ કોસ્ટ (N)
8 નવેમ્બર: 5મી T20I, ગાબા (N)
મેન્સ એશિઝ 2025-26
21-25 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ સ્ટેડિયમ
4-8 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, ગાબા (ડે-નાઈટ)
17-21 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, એડિલેડ
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, MCG
4-8 જાન્યુઆરી, પાંચમી ટેસ્ટ, SCG
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) દ્વારા રવિવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, 2025-26 આંતરરાષ્ટ્રીય સિઝન એ પ્રથમ સિઝન હશે જેમાં પુરુષોની આંતરરાષ્ટ્રીય મેચો ઓસ્ટ્રેલિયાના તમામ આઠ રાજ્યો અને પ્રદેશોમાં રમાશે.
ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર વચ્ચે 21 દિવસમાં કુલ 8 મેચ રમશે. ODI સિરીઝમાં કુલ 3 મેચ રમાશે જ્યારે T20I સિરીઝમાં 5 મેચ રમાશે.