Ind Vs Aus Prediction Playing 11: આજે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-20 મેચ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન?
ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝ રમવા જઈ રહી છે
ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝ રમવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરે મોહાલીમાં પ્રથમ T20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મોહમ્મદ શમીને સીરીઝ પહેલા જ કોરોના થયો હતો, આવી સ્થિતિમાં તે પણ સીરીઝમાંથી બહાર છે. આવી સ્થિતિમાં, મોહાલીમાં યોજાનારી ટી-20માં ભારત કઇ પ્લેઇંગ-11 સાથે રમશે તેના પર સૌની નજર છે.
Excitement levels 🆙
— BCCI (@BCCI) September 19, 2022
A cracking series awaits 💥#TeamIndia | #INDvAUS pic.twitter.com/QFb9xCxn28
કેપ્ટન રોહિત શર્મા પહેલા જ કહી ચૂક્યો છે કે પ્રયોગ અને તૈયારીનો સમય પૂરો થઈ ગયો છે, હવે તમામ યોજનાઓને અમલમાં મુકવાનો વારો છે.
ઉમેશ યાદવને તક મળવી મુશ્કેલ
મોહમ્મદ શમીના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા ઉમેશ યાદવ માટે પ્લેઇંગ-11માં જગ્યા બનાવવી મુશ્કેલ છે. કારણ કે ટીમ ઈન્ડિયા માત્ર ચાર બોલરો સાથે આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે, આ સિવાય ઓલરાઉન્ડર પણ ટીમ સાથે જોડાશે.
New series 👍
— BCCI (@BCCI) September 19, 2022
New threads 💙
Renewed energies 👏#TeamIndia | #INDvAUS pic.twitter.com/H9fyYCRwe4
જો કે, ઋષભ પંત અને દિનેશ કાર્તિક બેમાંથી કોને સ્થાન મળે છે તે મહત્વનું રહેશે. T20 ફોર્મેટમાં રિષભ પંતના પ્રદર્શનને કારણે તેને પ્લેઈંગ-11માં સ્થાન મળતું નથી. જો કે, ડાબા હાથના બેટ્સમેન તરીકે તેને તક મળી શકે છે. કેપ્ટન રોહિત શર્મા 7+4 કે 6+5 ફોર્મ્યુલાથી આગળ વધે છે કે નહી તેના પર બધુ નિર્ભર છે. કારણ કે જો સાત બેટ્સમેનને રમાડવામાં આવે તો હાર્દિક પંડ્યાએ સંપૂર્ણ ચાર ઓવર ફેંકવી પડશે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ.