શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND v AUS 3rd Test Day 4: ભારતે 2 વિકેટ ગુમાવી 98 રન બનાવ્યા, જીતવા 309 રનની જરૂર
IND Vs AUS Sydney Test Score Updates: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.
સિડનીઃઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 407 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ચોથા દિવસના અંતે 2 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા હતા. ભારતને મેચ જીતવા 309 રનની અને ઓસ્ટ્રેલિયાને 8 વિકેટની જરૂર હતી. રોહિત શર્માએ 52 રન અને ગિલે 31 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 71 રનની પાર્ટનરશિપ કરી હતી.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 312 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. પેની 39 રને નોટ આઉટ રહ્યો હતો. ગ્રીન 84 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથ 81 રન બનાવી આઉટ થયો હતો. લાબુશાનેએ 73 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૈની અને અશ્વિનને 2-2 તથા બુમરાહ અને સિરાજને 1-1 સફળતા મળી છે. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી.
ત્રીજા દિવસે ભારત બેકફૂટ પર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 2 વિકેટના નુકસાન પર 103 રન બનાવી લીધા છે. આ સાથે ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 197 રન થઈ ગઈ છે. લાબુશાને 47 અને સ્મિથ 29 રને રમતમાં હતા. ભારત તરફથી અશ્વિન અને સિરાજને 1-1 વિકેટ મળી હતી. ભારત પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી. આ ઈનિંગમાં ભારતના ત્રણ બેટ્સમેનો રન આઉટ થયા હતા. પુજારાએ લડાયક 50 રન બનાવ્યા હતા. પુજારાએ તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિંસે 4 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે 4 વિકેટના નુકસાન પર 195 રન હતો ત્યાંથી 244 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ 6 વિકેટ 49 રનમાં જ ગુમાવી હતી.
આવો રહ્યો બીજો દિવસ
બીજા દિવસના અંતે ભારતે 2 વિકેટના નુકસાન પર 96 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 338 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સર્વાધિક 131 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. માર્નસ લાબુશાનેએ 91 રનની ઈનિંગ રમી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 232 રન હતો ત્યારે મોટો સ્કોર ખડકશે તેમ લાગતું હતું પરંતુ જાડેજા અને બુમરાહે ભારતને વાપસી કરાવી હતી. જાડેજાએ 62 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જે તેનો વિદેશમાં ત્રીજા નંબરનો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. આ ઉપરાંત બુકમાહે 66 રનમાં 2, નવદીપ સૈનીએ 65 રનમાં 2 અને મોહમ્મદ સિરાજે 67 રનમાં 1 વિકેટ ઝડપી હતી. અશ્વિનને વિકેટ મળી નહોતી.
પ્રથમ દિવસે માત્ર 55 ઓવરની રમત શક્ય બની
પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે યજમાન ટીમે 2 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. વરસાદના કારણે આજે માત્ર 55 ઓવરની જ રમત શક્ય બની હતી. પ્રથમ દિવસના અંતે લાબુશાને 67 અને સ્ટીવ સ્મિથ 31 રને રમતમાં હતા.
ભારતીય ટીમ
શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની
ઓસ્ટ્રેલિયાની ટીમ
ડેવિડ વોર્નર, વિલ પુકોવસ્કી, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion