શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોહલીની ગેરહાજરીમાં ત્રીજી વખત કેપ્ટનશિપ કરશે રહાણે, જાણો કેવો છે રેકોર્ડ
અત્યાર સુધી રહાણેએ જે બે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે તેમાં ભારતનો વિજય થયો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ રમશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો ભૂંડી રીતે પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં માત્ર 36 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી, જેને લઈ ઘણી ટીકા થઈ હતી. પ્રથમ ટેસ્ટ બાદ કોહલી પેટરનિટી લીવ પર હોવાથી ભારત આવવા રવાના થઈ ગયો છે. કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ અજિંક્ય રહાણે કરશે.
રહાણે સીરિઝની બાકીની ત્રણ મેચની કેપ્ટનશિપ કરશે. કોહલી કહી ચુક્યો છે કે મને ભરોસો છે કે રહાણે શાનદાર કામ કરશે. પરંતુ આ વખતે રહાણેની કેપ્ટનશિપ અગ્નિ પરીક્ષાથી જરા પણ ઓછી નથી. રહાણે કોહલીની ગેરહાજરીમાં ત્રીજી વખત કેપ્ટનશિપ કરશે.
અત્યાર સુધી રહાણેએ જે બે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે તેમાં ભારતનો વિજય થયો છે. કોહલી ઈજાગ્રસ્ત થતાં રહાણેએ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશિપ કરી હતી. જેમાં ભારતની 8 વિકેટથી જીત થઈ હતી.
જે બાદ 2018માં અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટમાં કોહલીની ગેરહાજરીમાં રહાણેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. ભારતીય ટીમે ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમને એખ ઈનિંગ અને 262 રનથી હાર આપી હતી.
ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર બંધાયો લગ્નના બંધનમાં, જુઓ ખાસ તસવીરો
DDC Election Result Updates: 74 સીટ સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી, પ્રથમવાર ઘાટીમાં મળી જીત
બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવાથી કયા કયા ગ્રહ થાય છે શાંત, શું તમે જાણો છો ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion