શોધખોળ કરો
DDC Election Result Updates: 74 સીટ સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી, પ્રથમવાર ઘાટીમાં મળી જીત
અપક્ષોએ પણ સારો દેખાવ કર્યો છે. અપક્ષના ખાતામાં હજુ સુધી 49 સીટો આવી છે. કોંગ્રેસને 25 સીટો મળી છે.
![DDC Election Result Updates: 74 સીટ સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી, પ્રથમવાર ઘાટીમાં મળી જીત Ddc elections results bjp emerges as largest party with DDC Election Result Updates: 74 સીટ સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી, પ્રથમવાર ઘાટીમાં મળી જીત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/23140426/ddc.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જમ્મુઃ જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. કુલ 280 સીટમાંથી હાલ 273 સીટના પરિણામ સામે આવી ચુક્યા છે. ફારુક અબદુલ્લાના આગેવાની હેઠળના ગઠબંધને 140 સીટ જીતી છે. અત્યાર સુધીના મત ગણતરીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે. ભાજપના ખાતામાં 74 બેઠક આવી છે.
અપક્ષોએ પણ સારો દેખાવ કર્યો છે. અપક્ષના ખાતામાં હજુ સુધી 49 સીટો આવી છે. કોંગ્રેસને 25 સીટો મળી છે. બીજેપીનું પ્રદર્શન કાશ્મીર ઘાટીના મુકાબલે જમ્મુમાં સારું રહ્યું છે. ગુપકાર ગઠબંધન ડીડીસી ચૂંટણીને કલમ 370 હટવાના જનમત સંગ્રહની રીતે જોઈ રહ્યું છે.
ડીડીસી ચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામ
BJP 74
J&K NC 66
Independent 49
J&K PDP 26
INC 25
JKAP 12
JKPC 8
CPI (M) 5
JKPM 3
PDF 2
JKNPP 2
BSP 1
બીજેપીને ઘાટીમાં ત્રણ સીટ મળી છે. ઘાટીમાં જીતથી ઉત્સાહિત બીજેપીના મહાસચિવ વિબોધ ગુપ્તાએ પાર્ટીના વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, ઘાટીના લોકોએ પ્રધાનમંત્રી મોદીના નૃત્વમાં વિશ્વાસ મુક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)