શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં ભારતની આબરૂ બચાવનારો આ ખેલાડીં નહીં રમી શકે, જાણો શું છે કારણ ?
હનુમા વિહારી ઇજાગ્રસ્ત હોવા છતાં 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન હનુમા ઇજાગ્રસ્ત થયો હતો. તે રન લેવા માટે દોડી શકતો નહોતો છતાં તેણે 3 કલાકથી વધુ સમય બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. આ મેચ ડ્રો કરાવવામાં આર અશ્વિન અને હનુમા વિહારીએ મોટું યોગદાન આપ્યું હતું. હનુમા વિહારી અને અશ્વિને 256 બોલમાં 62 રનની પાર્ટનરશિપ કરી હતી. હનુમા વિહારી ઇજાગ્રસ્ત હોવા છતાં 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન હનુમા ઇજાગ્રસ્ત થયો હતો. તે રન લેવા માટે દોડી શકતો નહોતો છતાં તેણે 3 કલાકથી વધુ સમય બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી.
હેમસ્ટ્રિંગની ઈંજરીનો સામનો કરી રહેલા હનુમાએ 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા અશ્વિન પણ 128 બોલમાં 39 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ તમામે ઓસ્ટ્રેલિયાની જીતવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. ચાર મેચની સીરિઝ હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે. 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ જે જીતશે તેના નામે સીરિઝ થઈ જશે.
આ દરમિયાન ભારત માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે હનુમા વિહારી ચોથી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા રવિન્દ્ર જાડેજા પણ ઇજાના કારણે બહાર થઈ ગયો છે અને તે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ ગુમાવશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમમાંથી ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી ઇજાના કારણે બહાર થઈ ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion