શોધખોળ કરો
Advertisement
U19 વર્લ્ડકપમા ભારતનો દબદબો, આજે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા મેદાને ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો વિગતે
ભારતીય ટીમે ગ્રુપ મેચોમાં શ્રીલંકા, જાપાન અને ન્યૂઝીલેન્ડને હરાવીને અંડર-19 વર્લ્ડકપમાં જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. ભારતનુ પલડુ ઓસ્ટ્રેલિયા સામે ભારે લાગી રહ્યુ છે
નવી દિલ્હીઃ આઇસીસી અંડર-19 વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થવાની છે, અંડર-19 વર્લ્ડકપની આ ક્વાર્ટર ફાઇનલ મેચ છે, જે દક્ષિણ આફ્રિકાના પોચેફ્સટ્રૂમમાં રમાવવાની છે. ભારતીય ટીમ આજે કાંગારુઓ પર જીત મેળવીને અપરાજિત રહેવા પ્રયાસ કરશે.
પ્રિયમ ગર્ગની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડકપ રમી રહેલી ટીમ ઇન્ડિયા હાલ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારત તરફથી બૉલર રવિ બિશ્નોઇ અને બેટ્સમેન યશસ્વી જાયસ્વાલ સારા ફોર્મમાં છે. ભારતે ગ્રુપ સ્ટેજની 3 મેચો જીતીને દબદબો બનાવી લીધો છે.
ભારતીય ટીમે ગ્રુપ મેચોમાં શ્રીલંકા, જાપાન અને ન્યૂઝીલેન્ડને હરાવીને અંડર-19 વર્લ્ડકપમાં જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. ભારતનુ પલડુ ઓસ્ટ્રેલિયા સામે ભારે લાગી રહ્યુ છે.
વળી, ભારત સામેની આજની મેચને લઇને ઓસ્ટ્રેલિયન અંડર-19 વર્લ્ડકપ ટીમને કેપ્ટન મેકેન્જી હાર્વેએ સારા પ્રદર્શનની આશા રાખી છે.
નોંધનીય છે કે, ભારત હાલ ગ્રુપ એની તમામ ત્રણ મેચો જીતીને 6 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ બીમાં ત્રણ મેચોમાંથી બે મેચો જીતી 4 પૉઇન્ટ મેળવીને બીજા નંબરના સ્થાને છે. ઓસ્ટ્રેલિયાને વેસ્ટ ઇન્ડિઝ ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion