India vs Australia, Indore Test Live Updates: ઇન્દોર ટેસ્ટમાં ભારતની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટથી જીતી ટેસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પર હારનો ખતરો મંડરાઇ રહ્યો છે
LIVE
Background
IND vs AUS 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પર હારનો ખતરો મંડરાઇ રહ્યો છે. ભારતીય ટીમ બીજા દિવસની રમત પૂર્ણ થાય ત્યાં સુધી બીજી ઇનિંગ પુરી કરી ચૂકી છે, અને માત્ર 163 રનોમાં સમેટાઇ ગઇ છે, આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમને ઇન્દોર ટેસ્ટમાં જીત માટે ફક્ત 76 રનોનો નજીવો ટાર્ગેટ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે. રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા શરૂઆતી બે ટેસ્ટ મેચો જીતીને સીરીઝમાં પહેલાથી 2-0થી લીડ બનાવી ચૂકી છે, હવે ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પર હારનો ખતરો મંડરાઇ રહ્યો છે.
બીજા દિવસની રમત પૂર્ણ -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇન્દોરના હૉલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમે આ સીરીઝમાં 2-0થી આગળ છે. ત્રીજી ટેસ્ટમાં આજે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ટેસ્ટમાં બીજા દિવસના અંતે ભારતીય ટીમ ફરી એકવાર કંગાળ સ્થિતિમાં જોવા મળી, ભારતીય ટીમની બીજી ઇનિંગમાં માત્ર 163 રનોમાં સમેટાઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં કુલ 60 ઓવરની રમત રમી હતી, જેમાં 10 વિકેટો ગુમાવીને 163 રન બનાવ્યા હતા.
આ ટેસ્ટમાં ફરી એકવાર એકલવીરની જેમ ચેતેશ્વર પુજારા ઇન્દોરની પીચ પર ટકી રહ્યો હતો, પુજારાએ શાનદાર બેટિંગ કરતાં 142 બૉલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 59 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી. જોકે, બાદમાં વિકેટની પાછળ સ્લિપમાં નાથન લિયૉનના એક બૉલને કટ કરવા જતાં સ્ટીવ સ્મિથના હાથમાં ઝીલાઇ ગયો હતો, સ્ટીવે પુજારાનો આ અદભૂત કેચ કરીને પુજારાને પેવેલિયન ભેગો કર્યો હતો.
ટીમ ઇન્ડિયામાં પુજારાની 59 રનોની ઇનિંગ સિવાય કોઇ બેટ્સમેને કંઇ ખાસ કરી શક્યો નહતો. શ્રેયસ અય્યર 26, રવિચંદ્રન અશ્વિન 16, અક્ષર પટેલ 15 અને વિરાટ કહોલી 13 રનાવી શક્યા હતા. કાંગારુ બૉલરોની સામે ફરી એકવાર ટીમ ઇન્ડિયા ધરાશાયી થઇ ગઇ હતી.
ઓસ્ટ્રેલિયાની તરખાટ મચાવતી બૉલિંગ -
ત્રીજી ઇન્દોર ટેસ્ટમાં કાંગારુએ ભારતીય ટીમ પર વળતો પ્રહાર કરતાં તરખાટ મચાવી દીધો હતો, ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે માત્ર ચાર જ બૉલરોને અજમાવ્યા હતા, જેમાં સૌથી વધુ સફળ નાથન લિયૉન રહ્યો હતો. આ ઉપરાંત સ્ટાર્ક, હૂહેનમેન અને મર્ફીએ બૉલિંગ કરી હતી.
નાથન લિયૉનનો ઘાતક સ્પેલ -
ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથન લિયૉને ઇન્દોરની પીચ પર ભારતીય ટીમ સામે ઘાતક સ્પેલ નાંખ્યો હતો. નાથન લિયૉને 23.3 ઓવરો નાંખી હતી, જેમાં એક મેડન સાથે 64 રન આપીને 8 વિકેટો ઝડપી હતી. નાથન લિયૉને 8 વિકેટો ઝડપીને ટીમ ઇન્ડિયાને ધરાશાયી કરી નાંખી હતી.
ભારત પર હારનો ખતરો, કાંગારુઓને જીત માટે માત્ર 76 રન -
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ પર ત્રીજી ટેસ્ટમાં હારનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્રીજી ટેસ્ટમાં કાંગારુઓને જીત માટે માત્ર 76 રનોનો નજીવો ટાર્ગેટ મળ્યો છે. ભારતીય ટીમ પહેલાથી સીરીઝમાં 2-0થી લીડ બનાવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયન ટીમ પાસે ત્રીજી ટેસ્ટ જીતવા માટે બે દિવસ અને 10 વિકેટો પડી છે.
ઓસ્ટ્રેલિયા 9 વિકેટે જીત્યું
ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજા દિવસે જ પ્રથમ સેશનમાં જ 76 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-2થી વાપસી કરી છે.
ભારતને મળી શાનદાર શરૂઆત
અશ્વિને ભારતને શાનદાર શરૂઆત અપાવી છે. ખ્વાજા પ્રથમ ઓવરના બીજા બોલ પર જ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર શૂન્ય છે. જે રીતે ટર્ન આવી રહ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે આ મેચમાં કાંઈ પણ પરિણામ શક્ય છે.