IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ જો 2-2ની બરાબરી પર રહે તો, જાણો WTCની ફાઇનલમાં કઇ રીતે પહોંચી શકે છે ટીમ ઇન્ડિયા ?
જો ભારતી ત્રીજી ટેસ્ટમાં હારનો સામનો કરે છે, અને ચોથી ટેસ્ટમાં કાંગારુ ટીમને માત આપી દે છે, તો ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ માટે રાહ આસાન રહેશે.
India vs Australia Indore Test: ભારત વિરુદ્ધ ઇન્દોરમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. હવે ભારતને આ મેચમાં હારનો પુરેપુરો ખતરો છે. જો કોઇ ચમત્કાર થાય તો જ મેચ જીતી શકાય તેમ છે. પરંતુ આની શક્યતા બહુ જ ઓછી છે. સ્ટીવ સ્મિથની કેપ્ટનશીમાં કાંગારુ ટીમે ઇન્દોર ટેસ્ટમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. ભારત તરફથી ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 76 રનોનો નજીવો ટાર્ગેટ જ મળ્યો છે. જો આ મેચ ઓસ્ટ્રેલિયા જીતી જાય છે, અને આગામી ટેસ્ટમા પણ કાંગારુ ટીમે જીત હાંસલ થાય છે તો શું ભારત માટે મુશ્કેલી સર્જાશે. હા, બિલકુલ, ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચવાનો ઇન્તજાર કરવો પડી શકે છે.
જો ભારતી ત્રીજી ટેસ્ટમાં હારનો સામનો કરે છે, અને ચોથી ટેસ્ટમાં કાંગારુ ટીમને માત આપી દે છે, તો ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ માટે રાહ આસાન રહેશે. જો ભારત બાકીની બન્નેમાં હારનો સામનો કરે છે, તો અન્ય ટીમનો રિઝલ્ટ પર ભારતીય ટીમને આધાર રાખવો પડી શકે છે. અહીં જાણો જો ભારત અને ઓસ્ટ્રેલિયા બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી સીરીઝ 2-2 પર બરાબર સમાપ્ત થાય છે, તો ભારતીય ટીમ કઇ રીતે પહોંચી શકે છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયીનશીપની ફાઇનલમાં.....
ભારતને 1 ટેસ્ટ જીતવી જરૂરી -
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારત 2-0 થી આગળ છે, પરંતુ ઇન્દોર ટેસટ્માં ટીમ ઇન્ડિયા જે રીતે બેકફૂટ પર ધકેલાઇ ગઇ છે, તેનાથી હારનો ખતરો વધી ગયો છે. આવામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન શીપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતને અંતિમ ટેસ્ટ જીતવી જરૂરી છે. હાલની સીરીઝમાં ભારત ઓસ્ટ્રેલિયાને 2-0 કે 3-1 થી હરાવે છે તો વાત આસાન રહેશે. ચોથી ટેસ્ટ બન્ને ટીમો માટે મહત્વની છે. જો ભારતીય ટીમ અંતિમ ટેસ્ટમાં પણ હારનો સામનો કરે છે, તો ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયીનશીપની ફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરીઝના રિઝલ્ટ પર આધાર રાખવો પડશે.
સીરીઝ ડ્રૉ રહેવા પર શું છે સમીકરણ ?
જો ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ 2-2થી બરાબરી પર રહે છે, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ક્વાલિફાય કરવામાં રાહ મુશ્કેલ બની જશે. આવામાં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની સીરીઝના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ જીતી જાય છે કે એક ટેસ્ટ ડ્રૉ કરાવી લે છે, તો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ માટે ક્વૉલિફાઇ કરી લેશે.
પણ જો ન્યૂઝીલેન્ડની ટીમે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં 2-0 થી જીત હાંસલ કરી લે છે, તો પછી ભારતની આશા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચવાની લગભગ પુરી થઇ જશે. આવામાં સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોયી જશે. આ પછી સાઉથ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે ટાઇટલ માટે થશે.