શોધખોળ કરો
Advertisement
Ind vs Aus 2nd T20 : બીજી ટી20માં ભારતની 6 વિકેટથી જીત,સીરીઝ કરી નામે
ઓસ્ટ્રેલિયાએ જીત માટે ભારતને 195 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 19.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને લક્ષ્યાંક મેળવી લીધો હતો.
LIVE
Background
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. પ્રથમ ટી20માં જીત મેળવીને ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારત 1-0થી આગળ છે.
ભારતીય ટીમની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે બહાર છે, જ્યારે કાંગારુ ટીમમાંથી વોર્નર બાદ એસ્ટન એગર અને સ્ટાર્ક પણ ટીમમાંથી બહાર છે.
17:21 PM (IST) • 06 Dec 2020
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝની બીજી મેચમાં 6 વિકેટથી જીત મેળવી છે. ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 52 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ આક્રમક બેટિંગ કરતા 22 બોલમાં 42 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ જીત માટે ભારતને 195 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 19.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને લક્ષ્યાંક મેળવી લીધો હતો.
16:40 PM (IST) • 06 Dec 2020
12 ઓવર બાદ ભારતનો સ્કૉર 100 રનને પાર થઇ ગયો છે, વિરાટ કોહલી 19 રન અને સંજૂ સેમસન 1 રને રમતમાં, સ્કૉર 105/2
16:38 PM (IST) • 06 Dec 2020
ભારતને બીજો ઝટકો, શિખર ધવન આક્રમક ફિફ્ટી ફટકારીને આઉટ, ધવન 36 બૉલમાં 52 રન બનાવીને જામ્પાના બૉલ પર આઉટ, ધવને 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે પચાસ રન પુરા કર્યા હતા.
16:13 PM (IST) • 06 Dec 2020
ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે, ઓપનર કેએલ રાહુલ 22 બૉલમાં 30 રનની આક્રમક ઇનિંગ રમીને એન્ડ્ર્યૂ ટાઇના બૉલ પર કેચ આઉટ થઇ ગયો. ભારત તરફથી શિખર ધવન 28 રન અને કેપ્ટન કોહલી 0 રને રમતમાં, સ્કૉર 6 ઓવરમાં 1 વિકેટે 60 રન.
16:07 PM (IST) • 06 Dec 2020
ભારતનો સ્કૉર 50 રનને પાર પહોંચી ગયો, 5 ઓવરના અંતે ભારતે વિના વિકેટે 56 રન બનાવી લીધા. કેએલ રાહુલ 30 રન અને શિખર ધવન 24 રને રમતમાં છે.
Load More
Tags :
T20 Series India Vs Australia Australia Tour 2020 Australia Tour Full Schedule Indian Team Team India Odi Test T20 Australian Teamગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement