શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
IND v AUS પ્રથમ ટેસ્ટ Live: કોહલીના 50, ભારત 150 રન નજીક
પિંક બોલમાં રમાનારી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોની ઓસ્ટ્રેલિયાના બોલર્સ સામે આકરી કસોટી થશે.
![IND v AUS પ્રથમ ટેસ્ટ Live: કોહલીના 50, ભારત 150 રન નજીક India vs Australia Pink Ball Test day 1 update: team india crossed 100 runs loss 3rd wicket IND v AUS પ્રથમ ટેસ્ટ Live: કોહલીના 50, ભારત 150 રન નજીક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/17090523/kohli1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ એડિલેડ ઓવલમાં રમાઈ રહી છે. મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાલ ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 135 રન છે. કોહલી 54 અને રહાણે 15 રને રમતમાં છે.
ટી બ્રેક સમયે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 107 રન હતો. કોહલી 39 અને રહાણે 2 રને રમતમાં છે.ચેતેશ્વર પુજારા 43 રન બનાવી લાયનનો શિકાર બન્યો હતો.
આવું રહ્યું પ્રથમ દિવસનું પ્રથમ સત્ર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કોહલીનો ફેંસલો ખોટો પડ્યો હતો. પૃથ્વી શો બીજા જ બોલ પર સ્ટાર્કની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ 19મી ઓવરમાં પેટ કમિન્સના પ્રથમ બોલ પર મયંક અગ્રવાલ 17 રન બનાવી આઉટ થયો હતો.લંચ સુધીમાં ભારતે 2 વિકેટ ગુમાવી 42 રન બનાવ્યા હતા. પુજારા 88 બોલમાં 17 રને અને કોહલી 22 બોલમાં 5 રને રમતમાં હતા.
પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ મંયક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, ટીમ પેની, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી થશે. લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion